'તો' હમણાંથી આ 'તો' એ તો આસપાસ ઘુમરી લીધી છે. એવું તો શું છે કે બધું આ તો ની આગળ અટકી જાય છે. હમણાં પરિણામોની સીઝન પૂર બહારમાં ચાલી છે ત્યાં પણ આ 'તો' તો છે જ હો! નક્કી કરેલું હોય કે આટલા ટકા આવે 'તો' આ ને બાકી પેલું તો છે જ. એટલે આવેલ ટકા નક્કી કરી આપે કે હવે શું કરવું ? શું ભણવું ? રસ હોય એમાં ઓછા માર્કસ પણ આવી શકે છે એવું સ્વીકારી શકાતું નથી. દુનિયા ફરવાનો શોખ હોય તો દુનિયા ફરી જ લીધી હોય એવું જરૂરું નથી હોતું. કેટલાકને તો આ 'તો' વાતે-વાતે આવે. જુઓને, આ 'તો' ના તો ના કેટલા પ્રકાર! નજીવી વાતમાં પણ એ 'તો' ને તો લઈ જ આવે. જેમ રાયનો પહાડ કરે એમ જ. ક્લાસ માં ટીચર ન આવે તો, વિદ્યાર્થીઓને ....મજ્જા જ મજ્જા.... જો વરસાદ પડે તો...... મજ્જા પડે!! અરે, યાર ચિંતા નહીં કરો છત્રી લઈને બહાર જઈ શકશે. વરસાદ માં ભીંજાવાની મજા આવશે. વરસાદને માણી શકાશે. સાથે ગરમ ભજીયા ને ચા વરસાદ હો...
That's just the way I am.