'તો'
હમણાંથી આ 'તો' એ તો આસપાસ ઘુમરી લીધી છે. એવું તો શું છે કે બધું આ તો ની આગળ અટકી જાય છે. હમણાં પરિણામોની સીઝન પૂર બહારમાં ચાલી છે ત્યાં પણ આ 'તો' તો છે જ હો! નક્કી કરેલું હોય કે આટલા ટકા આવે 'તો' આ ને બાકી પેલું તો છે જ. એટલે આવેલ ટકા નક્કી કરી આપે કે હવે શું કરવું ? શું ભણવું ? રસ હોય એમાં ઓછા માર્કસ પણ આવી શકે છે એવું સ્વીકારી શકાતું નથી. દુનિયા ફરવાનો શોખ હોય તો દુનિયા ફરી જ લીધી હોય એવું જરૂરું નથી હોતું.
કેટલાકને તો આ 'તો' વાતે-વાતે આવે. જુઓને, આ 'તો' ના તો ના કેટલા પ્રકાર! નજીવી વાતમાં પણ એ 'તો' ને તો લઈ જ આવે. જેમ રાયનો પહાડ કરે એમ જ.
ક્લાસ માં ટીચર ન આવે તો, વિદ્યાર્થીઓને ....મજ્જા જ મજ્જા....
જો વરસાદ પડે તો......
મજ્જા પડે!! અરે, યાર ચિંતા નહીં કરો છત્રી લઈને બહાર જઈ શકશે. વરસાદ માં ભીંજાવાની મજા આવશે. વરસાદને માણી શકાશે. સાથે ગરમ ભજીયા ને ચા વરસાદ હોય 'તો' જ મળે ને !
રસ્તે કુતરા પાછળ દોડે તો....
દોડતા દોડતા પડી જવાશે તો....
જો ટ્રેન લેઇટ હોય તો....
જો ટ્રેન લેઇટ હોય તો....
વાત તો કરવાની છે એવા 'તો' ની કે જે પરોક્ષ રીતે ઘડતરમાં ભાગ ભજવે છે. જે પૂર્વધારણાની જેમ માનસિકતા બાંધી આપે છે. આ તો એવા 'તો' ની વાત છે જે ડર ઉભો કરે ને મન પર હાવી થઇ જાય છે. અને પછી રચાય આખીય વિચારોની હારમાળા.
પરીક્ષા પાસ નહીં થાય તો .....
જો ઓછા માર્કસ આવશે તો......
કોઈ ખિજાશે તો ....
કોઈ મારશે તો ........
મને નહીં આવડે તો....
હું નહીં કરી શકું તો....
સફળ નહીં થવાય તો....
એને નહીં ગમે તો.....
લોકો આમ કહેશે તો....
જો ઓછા માર્કસ આવશે તો......
કોઈ ખિજાશે તો ....
કોઈ મારશે તો ........
મને નહીં આવડે તો....
હું નહીં કરી શકું તો....
સફળ નહીં થવાય તો....
એને નહીં ગમે તો.....
લોકો આમ કહેશે તો....
જિંદગીના રસ્તાઓ પર ઝીગઝેગ છે. પક્ષ, સાધ્ય ને સાબિતનો કોઈ બેઠો પ્રમય નહીં ચાલે. જીવનમાં સૌથી વધુ અગત્યની બાબત છે અનુભૂતિ! બીજાના બેઠા દાખલા આપણા જીવનમાં કામ પણ ન લાગે એવું બને! જીવનએ સંબંધો, પ્રેમ, પ્રમાણિકતા, અને કરુણાના ચાર પાયા પર રચાયેલ છે. આવી નાની નાની પરીક્ષાઓ જીવનનું મૂલ્ય ઘટાડી ન શકે.
પરીક્ષા પાસ નહીં થાય તો ?
અરે, કંઈ વાંધો નહીં, પરીક્ષા જ હતી જિંદગી નહીં. આવનારા દિવસોમાં જિંદગીની પરીક્ષામાં માત્ર ફુલ્લી પાસ નહીં પણ ઉમદી રીતે નામ નોંધાવી શકાશે.
અરે, કંઈ વાંધો નહીં, પરીક્ષા જ હતી જિંદગી નહીં. આવનારા દિવસોમાં જિંદગીની પરીક્ષામાં માત્ર ફુલ્લી પાસ નહીં પણ ઉમદી રીતે નામ નોંધાવી શકાશે.
મને નહીં આવડે તો?
કંઈ વાંધો નઈ હવે. બધાને બધું મળે નહીં એમ બધાને બધું આવડે પણ નહીંને ! ચિંતા નહીં કરવાની બોસ, શીખવાનું. (કહે છે ને કે પૂછતા નર પડિત બને ,તો શીખતાં નર પણ પડિત જ બને ને! )
કંઈ વાંધો નઈ હવે. બધાને બધું મળે નહીં એમ બધાને બધું આવડે પણ નહીંને ! ચિંતા નહીં કરવાની બોસ, શીખવાનું. (કહે છે ને કે પૂછતા નર પડિત બને ,તો શીખતાં નર પણ પડિત જ બને ને! )
હું નહીં કરી શકું તો ?
તો કંઈ નહીં. ક્યાં કશું લાવ્યા'તા તે આપણે થેલો ભરીને લઈ જવું છે. જિંદગીમાં અફસોસ ન રેહવો જોઈએ કે મેં પ્રયત્ન ના કર્યો એટલું જ બસ.(નિશાન ચૂક માફ પણ નહિ માફ નીચું નિશાન )
તો કંઈ નહીં. ક્યાં કશું લાવ્યા'તા તે આપણે થેલો ભરીને લઈ જવું છે. જિંદગીમાં અફસોસ ન રેહવો જોઈએ કે મેં પ્રયત્ન ના કર્યો એટલું જ બસ.(નિશાન ચૂક માફ પણ નહિ માફ નીચું નિશાન )
સફળ નહીં થવાય તો ?
આ 'તો' તો બહુ અઘરો હો! આના માપદંડો અલગ. સફળતા ની વ્યાખ્યા ઓ અલગ. ને તેમ છતાં આપણે સરખામણીના આધારે એને આપણી સમક્ષ રાખીને આપણે જ આપણી ક્ષમતાનું દમન કરીએ છીએ. દરેકે દરેક ક્ષેત્રમાં, દરેક પગલે સફળ થવું જરૂરી તો નથી જ.
અનુભવ પણ મોટી વસ્તુ છે સાહેબ. સંધર્ષ પણ જરૂરી છે. બીજાની સરખામણીએ મોડી મળતી સફળતાથી કયારેય નિરાશ ન થવું. જજુમેલો માનવી જાણે છે ક્યાંથી છોડી દેવું જોઈએ. ને એ પણ કંઈ જેવીતેવી સિદ્ધિ નથી.
(क्यों डरे की जिंदगी में क्या होगा, बढ़ते चलो कम से कम तज़ुर्बा तो होगा।)

ને બધા એ બધું બનવું જ પડે એવું ક્યાં કશે લખ્યું છે ? 'હોવું' ને એ પણ એક ઉપલબ્ધી છે. બધા જ ડોક્ટરો, બધા જ એન્જિન્યરો, બધા જ નેતા, કલાકારો કે વક્તા ન બની શકે. એક ઉમદા વ્યક્તિ હોવું , એક સારા શ્રોતા હોવું એ પણ કંઈ જેવીતેવી સિદ્ધિ નથી. માત્ર વિચાર કરો,
જો શ્રોતાઓ નહીં હોય તો.....
જો પ્રમાણિક વ્યક્તિઓ નહીં હોય તો.....
જો શ્રોતાઓ નહીં હોય તો.....
જો પ્રમાણિક વ્યક્તિઓ નહીં હોય તો.....
લોકો આમ કહેશે તો ?
તમે કંઈ પણ કરો લોકો તો કહેવાના જ. (कुछ तो लोग कहेंगे, लोगो का काम हैं कहना) સારું કરો 'તો' કહેશે કે 'મને તો ખબર જ હતી કે આ આગળ જવાનો/ની.' ને કંઈક જો ખોટું થયુ, તમારા ધ્યેયને રસ્તે જો કોઈ અડચણ આવી તો કહેશે જ, 'કે જો 'તો' 😂 હું નો'તો કહેતો!'

જે 'તો' ને આપણે વિચારવાને છે એને તો ક્યારેય વિચાર્યા જ નથી.
જૂની યાદોને વાગોળવા એકાદ મિત્ર નહીં હોય તો....
એકાદ ટેકો આપી શકે એવો સ્વજન નહીં હોય તો....
જીવન આખુ દોડધામ કરી છે જેને ભોગવવા એ જિંદગી જ નહી હોય તો ...
જીવનની છેલ્લી ક્ષણોમાં વ્હાલ નિતરતી આંખો નહીં હોય તો....
જીવવાનું તો જિન્દાદિલી થી જ હો !
સાચે જ હો,
બારક્ષરીમાં જો કોઈ ભારે અક્ષર હોય ને તો એ આ 'તો' છે હો.આ 'તો' મને તો ક્યારેક તોતેર મણનો લાગે છે. ક્યારેય ઊતરતો જ નથી ચડી ગયેલા દાવની જેમ! હા, જો આમાય પાછું તો આવશે કે, આ પોસ્ટ તમને નહીં ગમે 'તો'!😁
#osm#
ReplyDeleteSuper ✍️👌👌
ReplyDeleteVery nice 👌👌👍
Delete