ફોન નંબર એક ઢળતી સાંજે અગાશી પર ખુલ્લા આકાશની નીચે, આછા પથરાતાં પ્રકાશની ચારેય દિશામાં આખો દિવસના વ્યાકુળ પક્ષીઓ માળા તરફ જઈ રહ્યા હતા. મારા જ ફળિયામાં એક આસોપાલવ ત્રણમાળ વટાવીને ઊંચો અડીખમ ઉભો છે. સાંજના સમયે મોટાભાગે ત્યાં કોયલ હાજર હોય છે. એનો ટહુકો કાન માટે કવિતા છે. કેટલીક વાર તો મેં એ કોયલના ટહુકા માટે ટકોરા એ થતી આરતીમાં મોડું કર્યું છે. કારણ એ કોયલના ટહુકા મારે મન કોઈ ગેબી બ્રહ્મનાદથી ઉતરતા ક્યારેય નથી. આંખોમાંથી એ ડૂબતા સૂર્યનું મનોહર સૌંદર્ય મનમાં ઉતરી રહ્યું હતું. વિચારશૂન્યની એ અવસ્થામાં વળી ક્યાં વિચારે ઘેરી લીધી એ વિચાર આવે તે પેહલા જ મારા જમણાં હાથમાં ફોન આવી ચુક્યો હતો. કંઈ ખાસ કામ ન હતું ને છતાં પણ! વિચાર પણ કર્યો કે સાવ આમ અચાનક ફોન હાથમાં લેવાનું પ્રયોજન શું છે ? "બસ એમ જ!" હજુ વિચારું કે રોજની ટેવ વશ આ થયું હશે કે શું? હા, હાથમાં ફોન લઈને કંઈ કામ ન હોવાછતાં ફોન મચડવાની ટેવ છે ક્યારેક. ત્યાં તો આખોમાં ઝળઝળિયાં બાઝી ગયા. આગળીનું ટેરવું એ નંબર પર જઈને અટક્યુ...
That's just the way I am.