Skip to main content

Posts

Showing posts from November, 2019

ધૂળની ઢગલીઓમાં છુપાવેલું તારું નામ હજીય શોધું છું....

ધૂળની ઢગલીઓમાં છુપાવેલું તારું નામ હજીય શોધું છું..... -                  આગમન દૈનિકમાં રજૂ થયેલો પ્રથમ આર્ટિકલ  ઉમેશ જોષી એટલે સાહિત્ય જગતનું એક આગવું નામ. કવિ એ ગદ્ય અને પદ્ય એમ બન્ને સાહિત્ય સ્વરૂપોમાં નોંધપાત્ર  ખેડાણ કર્યું છે. અમરેલી જિલ્લાના વતની કવિ શ્રી ઉમેશ જોષીએ કલાપીનગરી, લાઠીમાં માધ્યમિક સુધીનું શિક્ષણ મેળવ્યું ને પી.ટી.સી.નો અભ્યાસ કરી પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા. એમણે જ્ઞાનની જ્યોત સતત પ્રજ્વવલિત રાખી છે.  સિત્તેરના દાયકામાં ગુજરાતી કવિતામાં પ્રવેશી ગયેલું અને ખૂબ જ ઓછા પ્રમાણમાં ખેડાયેલ જાપાનીઝ કાવ્યપ્રકાર 'તાન્કા' એમનો પ્રિય કાવ્યપ્રકાર છે. 'વેલકમ તાન્કા' નામે એમનો તાન્કા સંગ્રહ કવિ અગાઉ આપી ચુક્યા છે. કવિના  'હથેળીમાં કૂંપળ' તાન્કા કાવ્યસંગ્રહ વિશે આપણે અહીં વાત કરવાના છીએ. બાળસાહિત્યમાં પણ કવિએ પોતાનું યોગદાન 'તારલા' બાળકાવ્યસંગ્રહ આપીને આપ્યું છે.  લઘુલેખ સંગ્રહ 'દીવડો' માં એમનો ગદ્યકાર સિદ્ધ કરવા માટે કાફી છે ગદ્યમાં પણ એટલું સુંદર અને વાચકને સ્પર્શે એવું કાર્ય.... રૂબરૂ મુલાકાતના અંજળ તો હજુ નથી સાંપડ્યા પરં