#2019 વહી જાય છે સમય રહી જાય છે સમય ઢળી જાય છે સમય પછી વળ ખાય છે સમય ~ એક દિવસ બદલાવાથી કેટલું બધું બદલાય શકે એનું ઉત્તમ ઉદાહરણ છે ડિસેમ્બરનો છેલ્લો દિવસ. હવે થોડા જ કલાકો પછી ફરી એકવાર કેલેન્ડર બદલાશે, તારીખો બદલાશે, પણ તારીખો સિવાય બીજું કશું બદલાશે ખરું! 2019 હવે દરેકની જિંદગીની કિતાબમાં પોતાનું સ્થાન રજીસ્ટર કરાવીને ચાલતું બનશે બેફિકર બનીને...... બસ એમ જ, આપણે પણ કોઈ એક દિવસે, કોઈ એક સમયે જીવનમાંથી ચાલતા બનવાનું છે બેફિકર બનીને! જે સમય વિતાવી શક્યા એનો ઉત્સવ બનાવીને. ક્યારેક વિચારું છું તો વિચાર આવે કે સમયને વસવસો હોય? કે સમયનો વસવસો હોય? મને લાગે છે કે બન્ને શક્ય છે. શરૂઆતથી ફરી ક્યારેય શરૂઆત ન થઈ શકે! સમય સાથે બાથ ભીડનારા આપણે કોણ? જાન્યુઆરી ને ડિસેમ્બરની વચ્ચેથી જે પસાર થઈ ગયું એ શું હતું? સમય ચાલી જવાનો છે એ સત્ય ખબર હોવાછતાં પણ ક્યારેક કોઈ સ્વજનની ગેરહાજરીની પીડા જેમ અસહ્ય હોય એમ જ વહેતો સમય કયારેક પીડા વધારી જાય છે. સમયને જીવનના કોઈ એક પ્રકરણમાં રોકવો શક્ય નથી. એ દરેકે દરેક ક્ષણે દરેક પન્નામાં અલગ અલગ રીતે વિભાજીત થઈને ઊભો છે આપણી માટે! આપણે માત્ર એના સુધી પહોં
That's just the way I am.