હે ત્રિનેત્ર ધારી, હજીય તું સમાધિમાં લિન છે? સૃષ્ટિનો હાહાકાર તને વિચલિત નથી કરતો? કોઈનું આક્રંદ કે આંસુઓ તારા સુધી નથી પહોંચી રહ્યા? હે સ્મશાન નિવાસી, ચિત્તા ભસ્મનો આટલો ઢેર પૂરતો નથી? જાણ છે કે આ સંયમ અને વિવેક જાળવવાનો સમય છે. કયાંક માનવતા મોહરી ઊઠે છે તો કેટલાક દ્રશ્યો જોઈ હદય કંપી ઉઠે છે! એકબાજુ બેકાબુ બનેલા તો બીજી બાજુ સુન્ન થઈ ગયેલા લોકોની સંખ્યા દિવસે દાડે વધતી જાય છે. અસ્તિત્વ ટકાવવાની આ કઈ પરીક્ષા લઈ રહ્યો છે? ક્યાં વિચારોમાં રાચી રહ્યો છે તું? જોજે, ક્યાંક ડોકટરો, પોલીસ, સફાઈ કર્મચારીઓ ને સ્વંયસેવકો- અવતારોની જેમ પૃથ્વીની વ્હારે આવેલાની હામ ના ટૂટી જાય! હૈયે ધારણ નથી રહેતી જયારે ઠેર ઠેર ઢેર થઈ ગયેલા માનવીઓ નજરે પડે છે. હે નીલકંઠ વર્ણી, દેવ અને દાનવો ને બચાવવા જો વિષ પીઈ શકે તો, ચૌદ દિવસના બાળક સામે જીવ રેડી દીધા પછી પણ આમ નિઃસહાય બનીને ઊભું રહેવાવાનું! હે ત્રિશૂળ ધારી, અમારી લડત હજુ શરૂ છે, હિંમત તૂટી નથી ને તૂટશે પણ નહીં, પણ મનમાં ઘણો ભય, અંધકાર ને ઉદાસીનતા વ્યાપેલી છે. અરજ છે તને, કે તું અમારા પરનો વિશ્વાસ નહિ ડગાવતો કારણ, ક્યાંક હજુય અમે ત...
That's just the way I am.