Skip to main content

Posts

Showing posts from June, 2021

ક્ષણ.....

 ક્ષણ..... સમય! કેટલીય ક્ષણોને ભેગી કરીને બને છે આ સમયની ઘડિયાળ. બધું જ છે છતાંય ક્યારેક લાગે છે કે કશુંક ખૂટે છે ત્યારે પણ એ ખોટ તો સમયની જ હોય છે. વર્તમાનની ક્ષણ ગમતી ના હોય ત્યારે ભૂતકાળની ક્ષણોમાં માણસ સરી પડે છે. ખબર નથી પડતી કે એ સમય સુખ આપે છે કે દુઃખ! જીવી લેવાનું હોય છે. કઈ રીતે, નથી ખબર. કેમ જીવવાનું છે એ પણ નથી ખબર. કેટલાય પ્રશ્નો છે જેના જવાબો પણ નથી ખબર! શું નથી ખબર એ પણ નથી ખબર ત્યારે, મનની પીડા સ્હેજ વધી જાય છે. જગત આખું નાચી રહ્યું હોય ત્યારે ક્યાંક જીરવી ન શકાય એ ક્ષણ ને કોઈ હદયમાં ધરબીને બેઠું હોય છે. બધા પર હાથ અજમાવવાનો ? એટલો સમય છે? સુખમાં, દુઃખમાં, જીવનની બનતી તમામ ઘટનાઓમાં કોઈ એક અસામાન્ય બાબત હોય તો એ છે કે એમાં કશુંક સામાન્ય હોય છે જે માણસ ને ટકાવી રાખે છે. ધરતી પર કશું જ અકારણ નથી બનતું અને નથી મળતું પણ. જીદથી જીવવાની કિંમત ચૂકવવી પડે છે ને એની ખરીદી અઘરી છે, અસંભવ નહિ! કંટાળીને બધું છોડીને ક્યાંક ચાલ્યા જવાનો વિચાર પણ ક્યાંક ભગાડી જાય છે પણ જશો ક્યાં? એ પ્રશ્ન અટકાવી રાખે છે. બીજા દેશમાં, જંગલમાં, દરિયામાં, ભેખડોમાં, રિસોર્ટમાં, પર્વતો પર, ક્યાં?? એ પ