આઠમો રંગ એટલે કેવો રંગ? ક્યાં રંગોના મિશ્રણથી બનતો હશે આ આઠમો રંગ? હિમાંશી શેલત દ્વારા લખાયેલ આ નવલકથા રંગોથી ભરપૂર છે અને સાથે એની ઝાંય પણ અલગ અલગ ઘટનાઓમાં જોવા મળે છે. રંગોનું વૈવિધ્ય મને ગમે છે. રંગો પ્રત્યે આકર્ષણ પણ ખરું પણ બધું જ હર્યું ભર્યું હોય તોય એક અજંપો સતત મનમાં રહે છે. બધું જ હોવાછતાં એક અભાવ મનમાં ખૂંચે છે. આ અજંપો છે જે અમૃતા શેરગિલને ક્યાય સ્થિર નથી થવા દેતો. ચિત્રોના રેખાંકન સમજીને આબેહૂબ એ ચિત્રોમાં ઢાળી શકે. પેરિસમાં ઉછરેલી ને ચિત્રકલાની તાલીમ લીધી હોવાછતાં ભારતીય ચિત્ર શૈલીની છાપ એના ચિત્રોમાં જોવા મળે. અજંતાના ચિત્રો પછી ભારતની વિવિધ શૈલીના ચિત્રો જોયા પછી એમાં રહેલો તફાવત સુપેરે પારખી શકે. બંગાળચિત્ર શૈલીના જળ રંગો નિસ્તેજ ભાસે છે. વોશની પરંપરાગત પદ્ધતિમાં આકારોની રેખાઓ કદી સ્પષ્ટ થતી નથી અને બધું એકાકાર અને ધૂંધળું રહે છે. ચેહરાના ભાવો કેનવાસ પર ઊતરી આવે એની મથામણમાં હોય છે હંમેશા અમૃતા શેરગિલ. ભારતીય ચિત્ર શૈલી તથા ગોંગના ચિત્રોનો અભ્યાસ ને કાર્લનું માર્ગદર્શન. બદલાતા સંબધોની વ્યથા ને એના આયામો કઈ કેટલુંય નક્કી કરી આપે છે. માનત...
That's just the way I am.