જીંદગી એ મૃત્યુને લખેલો પત્ર... પ્રિય મૃત્યુ, કોઈ પણ પ્રકારના જવાબની અપેક્ષા વગરને ને કોઈ પાકું સરનામું ન હોવાછતાં પણ આ પત્ર તને લખવાની જહેમત કરી છે. તારા સરનામે નહીં તો કંઈ નહીં પણ મારા સરનામે આ પત્ર તો તને મળી જ જશે ! આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત ? પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું. - સૈફ પાલનપુરી આમ તો તારો અંદાજ હતો જ ! કારણ હ્દય ઊછળપાટ કરતું તું પ્રતિક્ષામાં, મન વાક્યૂળ બન્યું હતું, ને મગજ વિચારોના વાયરે ચડ્યું હતું ને અચાનક પવનની લહેરખીની જેમ જ તારું બારણાંને ખટખટાવવું ! આહ, આનંદની ઘડી, માટીમાં વિલીન થવાનો સમય ને પરમ મિત્ર સાથેનો મેળાપ - હા, મૃત્યુ સાથેનો મેળાપ ! ક્યારનીય રા...
That's just the way I am.