જીંદગી એ મૃત્યુને લખેલો પત્ર...
પ્રિય મૃત્યુ,
કોઈ પણ પ્રકારના જવાબની અપેક્ષા વગરને ને કોઈ પાકું સરનામું ન હોવાછતાં પણ આ પત્ર તને લખવાની જહેમત કરી છે. તારા સરનામે નહીં તો કંઈ નહીં પણ મારા સરનામે આ પત્ર તો તને મળી જ જશે !
આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત ?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું. - સૈફ પાલનપુરી
આમ તો તારો અંદાજ હતો જ ! કારણ હ્દય ઊછળપાટ કરતું તું પ્રતિક્ષામાં, મન વાક્યૂળ બન્યું હતું, ને મગજ વિચારોના વાયરે ચડ્યું હતું ને અચાનક પવનની લહેરખીની જેમ જ તારું બારણાંને ખટખટાવવું ! આહ, આનંદની ઘડી, માટીમાં વિલીન થવાનો સમય ને પરમ મિત્ર સાથેનો મેળાપ - હા, મૃત્યુ સાથેનો મેળાપ ! ક્યારનીય રાહ જોઈ હતી, હવે તો સમય પણ યાદ નથી.
અમસ્તા જ દરવાજો ખોંલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે ?
- આદિલ મન્સૂરી
જિંદગી સાથેની આ રમતમાં તું કયારે વિસરાય ગઈ એ ખબર જ ન પડી ને આજ તને આમ અચાનક આંગણે જોઈને થોડી બેચની વધુ થઇ. આમ, પણ જે સતત સાથે નથી રહેતું એ સમય જતા વિસરાય જ છે ને! જીવનની આ ભાગદોડમાં ને એને જ સાચવવામાં તું કયારે સામે આવી ગઈ ખબર પણ ના પડી. દુઃખ નથી, પણ અફસોસ જરૂર છે કે તને દેવા માટે જાત સિવાય કંઈ નથી. સતત પસાર થતા દિવસોમાં તારો વિચાર તો કયારેય આવ્યો જ નથી ને આજ એટલે જ તને જોઈને એકાએક સ્તબ્ધ થઇ ગઈ !
તું જ સત્ય છે. તારો ભય નથી સહર્ષ સ્વીકાર કરું છું. હા, હું તને વધાવીશ કોઈપણ પ્રકારના બહાના વગર, રોદણાં રોયા વગર, તારો પ્રેમ થી સ્વીકાર કરીશ કારણ છેલ્લું સત્ય તો તું જ છે ને ..!
આમ તો 'કોઈ જ ઈચ્છા નથી' એમ કહેવાનું ધારેલું તને. જયારે તું આવે ત્યારે એવું કદાપી ન કહેવું કે રોકાય જા, ક્ષણભર માટે પણ ! એવું ન કહું કે થોડા કામ નિપટાવવાના બાકી છે. પ્રોફાઇલને ઉપડેટ કરવાની છે ને status change કરવાનું છે. આમ તો ખબર જ છે કે આજની fastforwad life માં તું કેમ પાછળ રહી શકે ? તું પણ ગમે ત્યારે ડોકિયું કરીશ surprise આપવા માટે મને, ને આસપાસના લોકો એનાથી ડઘાઈ જશે.
પણ હવે એક વિનંતી છે અથવા તો એક મિત્રની દરગુજર છે કારણ મારે મારા જ શબ્દોને પાછા લેવાના છે ને તને કહેવાનું કે ક્ષણભર માટે રોકાય જા , પ્રતીક્ષા કદાચ પૂર્ણ થાય એ શક્ય છે. જેમ તારી થઇ એ જ રીતે.! આ બધા જ સ્વજનોને એક વાર મળી લઉં , છેલ્લી વાર ભેટી લઉં પછી તો તારી સાથે જ શરૂ કરવાની છું ને ......અનંતની યાત્રા ! એ યાત્રામાં મારી જીંદગીની સફરની વાર્તા કહીશ. હા, વાર્તા જ કારણ અહીં તો માણસે માણસે મર્મ જુદા છે, અર્થો જુદા છે, રસ્તા જુદા છે ને રસ્તાના મુસાફરો પણ જુદા છે.
તારા આવવાનો આનંદ તો થયો જ પણ સાથે આભાર પણ વક્ત કરીશ કે સૌથી મહત્વની વ્યક્તિ તો તું છે અહીં, તારા આવતાની સાથે જ હજુ, ગઈકાલ સુધી મારા ઘરમાં કોઈ દેખાતું ન હતું ત્યાં ભીડ જામી ગઈ ! મને રોકવાના પ્રયાસો થવા લાગ્યાં પણ, ખરેખર ...??? હા, હા, ખબર છે કે તારે ઉતાવળ છે ને મને પ્રતીક્ષા !! આટલી ભીડમાં પણ આંખો જેની માટે ચકળવકળ થઇ રહી છે એ તો નથી જ! આમ પણ વર્ષોથી મળાયું નથી ને હવે છેલ્લા શ્વાસે કઈ બોલી પણ નહિ શકાય.ચાલ જવા દે, તૈયાર છું , ચાલી નીકળું છું તારી સાથે જીંદગીના માયાનું પોટલું અહીં જ રાખી તારી સાથે , એક નવી સફરે.....
આતો તે આપેલા સમયગાળાની રમતમાં થોડી મજા આવી તો ભુલાય ગયું કે અહીં તો હું માત્ર તારી રાહ જોઉં છું. મંજિલ તો તું જ હતી હરહંમેશને માટે પણ રસ્તાઓ હમેશા વળાંક લેતા ગયા. અહીં વિતાવેલાં દિવસો અવિસ્મરિણ્ય રહેશે કાયમ ને માટે ! આ લોકો સાથે આ વિશ્વમાં જેટલો સમય પસાર કર્યો છે એ સમયે મને જીંદગીનું ભાથું આપ્યું છે. થોડી સારી તો થોડી મોળી ક્ષણો પણ અહીં જ મળી છે. આ સફરમાં જેટલા પણ મુસાફરો મળ્યા એ હંમેશા કઈંક શિખવતા ગયા છે. થોડા સાથે જોડાતા ગયા તો સાથોસાથ થોડા છોડતા પણ ગયા છે પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તું મને ક્યારેય નહીં છોડે કારણ કે "હૂઁ " તો ઘણા પ્રકારના હોય પણ "તું" તો માત્ર એક જ છે ને એ પણ નિશ્ચિત ......."મૃત્યુ".
આ તારી સાથે આવવાનો હરખ પણ એ લોકોના કારણે જ છે. મને એકલા ચાલતા અને આત્મવિશ્વાસથી છલોછલ બનાવવમાં પણ એ જ લોકોનો બહુ મોટો ફાળો છે. જે સામે હતું એ દેખાયું જ નહીં ને નહતું એનો આભાસ ચોમેરથી અકળાંવતો રહ્યોતો. હજુ કદાચ વધુ જીવવું એ શક્ય નહતું પણ હા, ઝીરવી જરૂર જવાત!
હવે તો એક નજર સમયનાં સથવારા પર નખવાની રેહતી હોય એવું લાગ્યા કરે છે, ને બીજી જ ક્ષણે એવું થાય કે હવે શા માટે પાછલાં હિસાબો નો ખોલવા ?? આ સ્વજનોએ એટલું આપ્યું કે સાચું કહું તો ભુલાય જ ગયું'તું કે હું અહીં તારી રાહ જોઉં છું. લગભગ, મને તારાથી અલગ કરેલી - હા, મારા અતૂટ સત્યને , મારા પરમ મિત્રને મારાથી દૂર કરવામાં એ લોકો સફળ થયેલા! એ સમયને ધ્યાનમાં રાખીને કહું તો અત્યારે થોડુ વધુ હ્દય બેચન થાય છે કે કેમ આમ સાવ અચાનક તારો ભેટો થઇ ગયો ?? માફ કરજે હો, પણ હવે સાચું કહીશ કે તે થોડી અવવામાં વધુ ઉતાવળ રાખી ! આખું જીવન એક બહાનું હતું ત્યાં તારે આવવા માટે પણ એક બહાનાની જરૂર પડી ?? હા, સમજું છું આ જિંદગીનો ફટકડો એમ કંઈ ફૂટે થોડો ? અને જયારે એનો ધડાકો થશે ત્યારે લોકો વિસ્મયની નજરે જોવા દોડશે કે આ લવિંગ્યાંમાં પણ 555 નો ધડાકો કેમ થયો ?? એ ધડાકા માટે પણ એક સચોટ ને ધારદાર કારણ જોઈએ જેની સામે દલીલ પર ઉતરી ન શકાય.
હું થાકી ન જાઉં એટલે મારે કાર્યરત રહેવાનું હતું, દોડતા રહેવાનું હતું, ક્યાંય પહોંચવું જ ન હતું છતાંય હાંફતા રહેવાનું હતું ને દરેક પાસેથી શીખતાં રહેવાનું હતું, ને મારા અનુભવો ને વેરતા રહેવાનું હતું.
દોડતા રહેવાંના એક પણ ઠોશ કારણ વગર આખી જિંદગી દોડ્યા કર્યું છે. સમજણ વગરનું ભારણ સાથે લઈને રસ્તે રજળયા કર્યું છે તેમછતાં સમયના અવળા પડેલાં પાસાઓએ એ જ્ઞાન આપ્યું એ કોઈ ઉપનિષદ કે વેદોથી જરાય ઓછું નહતું. સમયે મને ને મેં સમયને આપેલી ઉદાસીઓ કઈ ઓછી નથી. તેમ છતાં સમયના સથવારે બધું આપમેળે થતું હોય એવું લાગતું. નાની નાની વાતો માંથી મળતું એ ગૂઢ જ્ઞાન એ પણ વેદના અને મૌન ને સમજવા માટે પૂરતું હતું. અહીં સર્વત્ર બધું જ હોવાછતાં પણ સતત હંમેશા એક ખાલીપો અને અજમ્પો અનુભવાયો છે. આ જીંદગીની સફર તો યાદગાર રહી છે હવે નવી સફરની રાહમાં છું કદાચ ત્યાં પ્રતીક્ષા પૂર્ણ થઇ જાય ! ત્યાં તો અનંતની સફરે ડગલાં માંડવા ઉકળતાં પાણીમાં પરપોટા થઇ ને નાશ પામેં એટલી જ ક્ષણમાં પ્રાણ શરીરને છોડી ચાલ્યા ગયા ને હ્દય ધબકતું બંધ થઇ ગયું ! ચહેરા પર વિસ્મયના ગુંઢ રહસ્યોને પામવા એ સફરે ચાલી નીકળી.હવે તો નશ્વર દેહ જ અહીં વિલીન કરવાનો છે, બાકી આત્મા એ તો એની સફર કયારની શરૂ કરી લીધી છે.
આંગણે પ્રિયજનતો ગમે ત્યારે આવી શકે ને! એને આવકાર જ હોય, પૂર્ણ આવકાર.
લિઁ
તારી જીંદગી
ખૂબ સરસ. આગળ વધતા રહો એવી શુભેચ્છા.
ReplyDeleteખૂબ સરસ. આ ક્ષેત્રે આગળ વધતા રહો એવી શુભેચ્છા.
ReplyDelete