આત્મવેદના થી આત્મમન્થન સુધી - Revenue Stamp by Amrita Pritam "જિંદગીની મજલ કાપતાં કાપતાં ધરતીનો પથિક રડી ઉઠ્યો." - Amrita Pritam (Translated by Jya Mehta) પીડાને સમજવા માટે પીડાનો અનુભવ જરૂરી નથી માત્ર આત્મવેદના જ પૂરતી છે. આત્મવેદના એ એક નવી દ્રષ્ટિ પુરી પાડે જ્યાં કશું જ જરૂરી હોતું નથી. વિચારોનું જાળું સતત વાચકોની આસપાસ ગુંથાતું રહે છે. જેમ એ વિચારોને વિઘ્નો કહે છે એ જ રીતે વિચારોના વિઘ્નો એનું ઊંડાણ વાચકોને ડગલે ને પગલે મળતું રહે છે. લેખિકા અમૃતા પ્રીતમ જે રીતે સમયની, જીવનની, સંબંધની, રાજનીતિની, સાહિત્યની વાત પ્રામાણિક પણે કરે છે, ભાગ્યે જ કોઈ કરી શકે અને એ પણ કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ વગર. નવલકથા આત્મકથાનું સ્વરૂપ હોવાછતાં એને ક્યાંય પણ ઓટ આવતી નથી. જિંદગીના તમામ અનુભવો ને સમયની વટાઘાટો અને સંબંધોના તાણવાણાઓને એણે એકસાથે આલેખ્યા છે.
That's just the way I am.