બા એણે આપેલું ઘણુંબધું એક બંધ મુઠ્ઠીમાં મને ! પટારો ખોલીને ખજાનો બતાવેલો એના રોમરોમ માંથી છલકાતાં પ્રેમનો, હૂંફનો, વ્હાલનો, સ્પર્શનો, ને શીખવેલી એક રીત જીવવાની ! બા સદેહે ગુંથાયેલી રહેતી પૂજાઘરમાં રસોડામાં, ઓરડામાં, ફળિયામાં, બાળકોમાં, તહેવારોમાં ને સતસંગમાં. હવે બા છે ઘરના અસ્તિત્વમાં, હદયના ધબકારમાં, શ્લોકોના ઉચ્ચારણમાં, થીજી ગયેલા અશ્રુમાં, બાજી ગયેલા ડુમામાં, ને આંખોના ઝળઝળીયામાં ! ભૂમિ જોશી
That's just the way I am.