બા
એણે
આપેલું
ઘણુંબધું
એક
બંધ
મુઠ્ઠીમાં
મને !
પટારો
ખોલીને
ખજાનો બતાવેલો એના
રોમરોમ માંથી
છલકાતાં
પ્રેમનો,
હૂંફનો,
વ્હાલનો,
સ્પર્શનો,
ને
શીખવેલી
એક
રીત
જીવવાની !
બા
સદેહે
ગુંથાયેલી
રહેતી
પૂજાઘરમાં
રસોડામાં,
ઓરડામાં,
ફળિયામાં,
બાળકોમાં,
તહેવારોમાં
ને
સતસંગમાં.
હવે
બા
છે
ઘરના અસ્તિત્વમાં,
હદયના ધબકારમાં,
શ્લોકોના ઉચ્ચારણમાં,
થીજી ગયેલા અશ્રુમાં,
બાજી ગયેલા ડુમામાં,
ને
આંખોના ઝળઝળીયામાં !
ભૂમિ જોશી
Comments
Post a Comment