બાપુજી બા ના ગયા પછી બાપુજી જ ઘરના વડિલ. ઘરના ફળિયામાંથી ખબર પડી જાય કે બાપુજી ઘરમાં છે કે નહીં ? કારણ ઘરના ફળિયામાં પણ એના અસ્તિત્વનો એહસાસ રહતો. આમ તો મારા પપ્પા કરતા એ દસ જ મિનિટ મોટા. પણ, મોટા ખરાને એટલે અમે એમને 'બાપુજી' કહીને બોલાવીએ. પચાસ વર્ષની ઉંમરે એકપણ ચાંદીનો વાળ જોવા ન મળે એનું વિસ્મય મારામાં હજુ અંકબન્ધ છે. બાર વર્ષથી ડાયાબિટીસનો રોગ હોવા છતાંય શરીર એકદમ કસાયેલું. સ્વભાવે તેજ પણ હ્દય બહુ કોમળ. સ્નેહ અને લાગણીનો અખૂટ ભંડાર. સંયમી ને શિસ્તબદ્ધ જીવનમાં માનનાર. કોઈ પણ બાળકને કંઈ પણ થાય કે વાગે તો એનાથી સહન ન થઈ શકે. એ ચિડાય જાય, ખીજાય જાય. બધાને ચિંતા એ રહતી કે એ વિષયમાં બાપુજીને શું કહેશું. લાગણી વ્યક્ત કરવાનું એકમાત્ર સાધન હતું એમની પાસ ને એ પણ એમનો ગુસ્સો. માતાજીમાં પુરી શ્રધ્ધાને આસ્થા એમને. દરેક તહેવાર ધામધૂમથી જ ઉજવવાના એમની સાથે. બાની જેમ તેઓ પણ કેહતા, "પરબ સારા કરો તો વરસ સારા જાય." તહેવાર ગમે તે હોય પણ એ તો તૈયાર જ હોય હો! હજુ, આજેય યાદ છે એ વર્ષો પહેલાંની યાદગાર ધુળેટી. અમે બધા ભા
That's just the way I am.