ટોળું એ જીજ્ઞેશ વ્યાસ દ્વારા લખવામાં આવેલી લઘુકથા છે. જેમાં માનવજીવનની વાસ્તવિકતા અને વિષમતાઓ સુપેરે રજૂ થાય છે. બહુ મોટું ગહન સત્ય એ સરળતાથી રજૂ કરી આપે છે. માણસ પોતાના જીવન દરિમયાન કોઈ એક ક્ષણે અથવાતો પરિસ્થિતિઓને આધીન થઈને પણ ટોળાંનો ભાગ તો અવશ્ય બની જાય છે. સંસ્કૃતિ, સંસ્કાર, વૈચારિક વારસો, જીવનના મૂલ્યો, ક્ષણમાં તો કેવા ઓગળી જાય છે એની વાત લેખક અહીં કરે છે. માનવજીવનમાં બનતી અનેક નાની-મોટી ઘટનાઓ હ્દયને ઘણી વખત હચમચાવી જતી હોય છે. જે મૂલ્યો માટે આખી જિંદગી ઝઝૂમ્યા હોય, એ જ વ્યક્તિગત મૂલ્યો ટોળામાં કે ટોળાં સામે ટકી શકતા નથી ને પછી એ ટોળાંનો જ એક ભાગ બનીને રહી જાય છે. લેખક અહીં વ્યક્તિગત હ્દયની વેદનાને સુપેરે રજૂ કરતા લખે છે, "હું વિચારતો રહ્યો; માનવ સભ્યતા - સઁસ્કૃતિ વિશે! ક્યાં ગયું આ બધું ? માત્ર પુસ્તકોમાં જ ઉમદા વિચારો ધરબાઈને રહી ગયા છે ? ક્યાં ગયા પેલા મહાન આત્માઓના મૂલ્યો, સિદ્ધાન્તો, વિચારો ? ધૂળમાં મળી ગયા કે શું?" વ્યક્તિ પાસે વિચાર હોય છે ને ટોળું વિચારવાની ક્ષમતા ગુમાવી ચુકેલું માત્ર ઝુંડ છે. જેની સંવેદના મરી પરવારી છે. જેને પોતાની ક...
That's just the way I am.