ઓચિંતો ફટકો વર્ષનાં આરંભથી શરૂ કરેલી ધોરણ 10ની પરીક્ષાની તૈયારીનું પરિણામ હવે નહીં મળે. રાતોના ઉજાગરા અને સ્કીપ કરેલા પ્રોગ્રામનું મહત્વ હવે નથી રહ્યું. ગણિતનું પેપર બહુ જબરદસ્ત ગયું છે એની એ આગાહી હવે હર્ષ પમાડે એવી નથી રહી. ગઈકાલ સુધી કરેલી સમાજના પેપરની ચિંતા એને આજે હવે નથી રહી. હવે, આવતી કાલે ધોરણ 10ના સમાજના પેપરમાં એની હાજરી નહીં હોય. હવે સુપરવાઈઝર માટે તો માત્ર એ એક સીટ નંબર હશે. સુપરવાઈઝર માત્ર એક સીટ નંબરની ગેરહાજરી પુરશે પણ આસપાસ વ્યાપી ગયેલો સૂનકાર, એના ઘરમાં વ્યાપી ગયેલો ખાલીપો નહીં પુરી શકે. આજુબાજુના વિદ્યાર્થીઓને કુતૂહલ થશે કે આ કેમ પેપર દેવા નથી આવ્યો? ત્રણ પેપરની સહી વાળી રસીદ હવે કાયમ માટે ખાલી જ રહેશે. રોજ દેકાર પડકારા કરતો ઘરે આવતો ધૈર્ય શાંતિથી શાળાએથી ઘરે આવ્યો. બધાને નવાઈ પણ લાગી ને પૂછ્યું પણ ખરું કે, કાંઈ થ્યું? અચાનક જ ધૈર્ય બોલ્યો દીદી પેલો હર્ષ નૈ? મેં કહ્યું કોણ હર્ષ? અરે, અમે જેને 'કાનો' કહીને બોલવતા અને 'લાંબો' કહીને ખીજવતા એ હવે! ઓ હા, યાદ આવ્યું રોનકના ક્લાસમાં ભણે છે એ હર્ષ? હા, એ ...
That's just the way I am.