ઓચિંતો ફટકો
વર્ષનાં આરંભથી શરૂ કરેલી ધોરણ 10ની પરીક્ષાની તૈયારીનું પરિણામ હવે નહીં મળે. રાતોના ઉજાગરા અને સ્કીપ કરેલા પ્રોગ્રામનું મહત્વ હવે નથી રહ્યું.
ગણિતનું પેપર બહુ જબરદસ્ત ગયું છે એની એ આગાહી હવે હર્ષ પમાડે એવી નથી રહી. ગઈકાલ સુધી કરેલી સમાજના પેપરની ચિંતા એને આજે હવે નથી રહી. હવે, આવતી કાલે ધોરણ 10ના સમાજના પેપરમાં એની હાજરી નહીં હોય. હવે સુપરવાઈઝર માટે તો માત્ર એ એક સીટ નંબર હશે. સુપરવાઈઝર માત્ર એક સીટ નંબરની ગેરહાજરી પુરશે પણ આસપાસ વ્યાપી ગયેલો સૂનકાર, એના ઘરમાં વ્યાપી ગયેલો ખાલીપો નહીં પુરી શકે.
આજુબાજુના વિદ્યાર્થીઓને કુતૂહલ થશે કે આ કેમ પેપર દેવા નથી આવ્યો? ત્રણ પેપરની સહી વાળી રસીદ હવે કાયમ માટે ખાલી જ રહેશે.
રોજ દેકાર પડકારા કરતો ઘરે આવતો ધૈર્ય શાંતિથી શાળાએથી ઘરે આવ્યો. બધાને નવાઈ પણ લાગી ને પૂછ્યું પણ ખરું કે, કાંઈ થ્યું?
અચાનક જ ધૈર્ય બોલ્યો દીદી પેલો હર્ષ નૈ? મેં કહ્યું કોણ હર્ષ? અરે, અમે જેને 'કાનો' કહીને બોલવતા અને 'લાંબો' કહીને ખીજવતા એ હવે! ઓ હા, યાદ આવ્યું રોનકના ક્લાસમાં ભણે છે એ હર્ષ? હા, એ જ હર્ષ, ધૈર્યએ કહ્યું પણ એ હવે નથી. આટલું બોલતા ધૈર્યના ગળે ડૂમો બાજી ગયેલો. આટલું સાંભળતા હ્દય એક ધબકાર ચુકી ગયેલું. એનો બાળસહજ સ્વભાવ આટલું બોલતા કેટલો ભાર અનુભવતો હતો એ એના ચેહરા પર સ્પષ્ટ દેખાયું.
આમ તો કયારેય રૂબરૂ એને મળી શકાયું નથી. પણ એણે "ભાઈ-બહેનનો સંબધ" માં લખેલો પ્રંસગ વાંચ્યો છે. ગ્રુપ ફોટામાં મારા ભાઈઓની સાથે એને જોયો છે.
ધૈર્ય અને રોનકની વાતોમાં એને સાંભળ્યો છે. સમય ક્યારે કાળ બની જાય છે એની કોઈનેય ખબર પડતી નથી. એનો રમુજી સ્વભાવ, હસતો ચહેરો સદાયને માટે સ્મૃતિપટમાં અંકિત થયેલો રહશે.
- ભૂમિ જોશી
वापसी का सफ़र तो अब मुमकिन न होगा,
हम तो निकल चुके हैं आँखों में से आँसुओ की तराह.
ભગવાન એના માતા-પિતાને, કુટુંબને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે ને એ આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના સાથે ભાવભીની શ્રદ્ધાજંલી. 🙏
ઓહઃ....
ReplyDeleteઅફસોસ....
RIP. May the family get enough strength to face this hard time.
ReplyDeleteઊંડા શોકમાં ગરકાવ થઈ જવાયું.
ReplyDeleteવધું તો શબ્દોમાં શું આવે ? માત્ર અનુભવાય.