સંવેદના V/S Emoji
ઘણા સમય થી લખેલ છતાં post નહીં કરેલ હવે 'ચિંતનની પળે' column ના reference સાથે એના જ થોડા ઉછીના શબ્દો સાથે ફરી લખું છું.
શું આપણે આપણાં જ જીવનમાં જીવતા હોઈએ છીએ ખરા? ચહેરા પર સ્મિત રેલાવતા, સતત દોડતા આપણે આપણાંમાં જ હાજર નથી હોતા ! આપણે પોતે જ ખોવાય ગયા છીએ. જો ભૂલા પડ્યા હોય તો રસ્તો પણ શોધી શકાય ! આતો, જાતે ખોવાયા છીએ તો બીજા માં તો ક્યાંથી મળવાના !
જાત સાથે માણવાની કેટલીક ઉમદા પળોને આપણે ભુલી ગયા છીએ. ને પછી આપણે જ આપણાથી અકળાઈ જઈએ, આપણે જ નક્કી નથી કરી શકતા કે આપણને શું જોઇએ છે ? ઘણીવાર એવું થાય કે અહીં થી દૂર ભાગી જઈએ પણ ક્યાં ?? એ પ્રશ્નોનાં જવાબે હજુ ઘણું બધું ટકાવી રાખ્યું છે.
કયારેય વેદનાને સાંત્વન આપ્યું છે ? પોતાના જ અસ્તિત્વને માણી શકાયું છે? આપણે જે નથી એ દંભનો ચહેરો છોડી શક્યા છીએ ? પસાર થયા પછી પગલાંની છાપને ઉભરાતી જોવા પાછા ફરી શક્યા છીએ ? આપણે જીવંત છીએ કે નહીં એ જોવા જાતને ઢંઢોળી રહ્યા છીએ ? કદાચ, આ તમામ સવાલોના જવાબો 'ના' છે.....
મારે મને જીવંત રાખવાની છે, મારી image ને નહીં. મારે હ્રદયને સંવેદનાથી ભરપૂર રાખવાનું છે કારણ જે ભર્યું હોય એ જ કશુંક આપી શકે! મારે જાણવું છે કે મારા અસ્તિત્વનો અર્થ છે કે નહીં ? બહુ ઝપડથી રફતાર ભરેલી ઝિંદગી માં ઘણીવાર મન થાય કે છોડી દઉ આ whatsapp , Facebook or any other world of Emoji ...પણ પછી જાતે જ જવાબ આવે કે હવે #Emoji no જમાનો છે સંવેદનાનો નહીં!
થોડી જીંદગીની રફતારને ધીમી કરીને વિચારી જુઓ કે આપણું હોવું એટલે શું ? દરેક ક્ષણને માણવી એટલે શું? કયારેય કોઈ પઁખીના કલરવ ને મન ભરી ને માંણ્યું છે ? કોઈ વૃક્ષ કે ફુલ ના સ્પર્શ વખતે એના અસ્તિત્વ સાથે પોતાનું અસ્તિત્વ માણી શક્યાં છો ? દરિયાનો ઘુઘવાટ સંભળાય એ વખતે અંદરથી હચમચી ઉઠો ખરા ? પોતાની જ વાત જાતને કેહવા માટે પ્રમાણિક બનીએ ખરા ? નિર્ભય પણે સ્વીકાર કરી શકીએ ખરા ? 'ના' કારણ આ બધા જ માટે દરેક સ્થળે , દરેક સમયે , દરેક ની સાથે પણ આપણે આપણામાં હાજર હોવા જોઈએ.....
આપણે આપણી એકલતાને માણી નથી શકતા. એકલતા પણ ભવ્ય હોવી જોઈએ. એકાંત અને એકલતા માં ફેર છે. એકાંત ને માણી શકાય કારણ ....... એમાં કોઈની ગેરહાજરી નહીં , પણ પોતાની હાજરી હોય ! આપણે ભીડમાં પણ એકલા હોઈએ ને કયારેક એકાંતમાં પણ ઘેરાયરલા !
આંખો બન્ધ કરીએ ને બધું જ આંખ સામે તરવરી જાય એ છે ..........સંવેદના. સંવેદનામાં પણ વેદના તો છે જ પણ Screen કયારેય feel ન કરાવી શકે, feel માટે તો માત્ર Dil જોઈએ એ પણ સંવેદનાથી ભરપૂર.....
ઘણી વખત જીવનમાં એમ થાય કે આ ક્ષણ સદાય જીવંત રહે, સમય અટકે નહીં તો થોડો વિસ્તરી જાય, પણ તમે ક્ષણને સંઘરી શકો માત્ર હ્ર્દયમાં અને સંવેદના એ ખૂણાને હમેશા ધબકતું રાખે.....
હા, આપણે એટલી બધી ઉતાવળમાં છીએ , ભયમાં છીએ , ભીડમાં છીએ કે આપણે એને સરળતાથી અવગણી લઈએ છીએ. આપણે પોતાની જાતને નથી સ્વીકારી શકતા, કહી નથી શકતા. સહજતાથી ગમાંઅણગમાંનો સ્વીકાર નથી કરતા ને પીડાઈ છીએ. આપણી પાસે સમય નથી sorry આપણો સમય પણ ક્યાં આપણો છે ?? આપણી પાસે નવો દિવસ નહીં tough schedule છે. મુલાકાત છે પણ મીઠાશ ક્યાં ? Appointment છે પણ હળવાશ ક્યાં? Function છે પણ feeling ક્યાં ? બહુ busy છીએ આ easy life માં !
વાતો કરવી છે, રજા જોઈએ છે, મન ભરી ને માણવુ છે , પણ કશું જ વક્ત કરી શકતા નથી. Profile picture રોજ બદલતા આપણે ચહેરો બદલી શકતા નથી. Facebook status change કરતા આપણે face to face વાત કરી શકતા નથી. જીંદગી symbolic બની ગઈ છે. હવે એને represent કરવા Emoji નો જ use કરવો પડે છે.
હવે વાતો પણ સંવેદનાની બદલે Emoji થી share થાય છે.ઘણી વખત જાણવાનું મન થાય કે , Dancing doll 💃🏻નું emoji મૂકતી વખતે મન જરા પણ મચલતું હોય છે ખરું ? , Bye ના emoji થી જુદાઈનો એહસાસ જીલાતો હોય ખરો ?, 😊 નું મુકતી વખતે ચહેરો એ ભાવ કળી શકે ખરો ? 💀👽☠ મુકવાથી ભય ઉપજે ખરો ?, 🚶🏼♀ બસ આવુ જ છું એમ કહી ને ખરેખર પહોંચી શકાય ખરું ?, 😰 ,😭 રડવાના emoji થી આંખ જરા પણ ભીની થાય ખરી ?...........
જિંદગી આ બધાથી થોડી અલગ છે. ટેરવામાં પણ તિરાડો પડતી દેખાય, પેન કાગળ પર માત્ર લિટી કરતી દેખાય, આંખૉમાં પણ દુકાળ પડતો દેખાય, શ્વાસમાં પણ સન્નાટો સર્જાતો દેખાતો હોય છે. ડૂમો દેખાય નહીં, પણ ભરાય જાય ને શબ્દો પણ ક્યારેક તરડાઈ જાય ને સંવેદના પણ ક્યારેક સંકોચાઈ જતી હોય છે... તો આ બધાની Emoji ક્યાંથી લાવશો ?? દરેક ક્ષણને માણવી પડે તરસી હોય એવી પણ ને વરસી હોય એવી પણ ! કારણ ......આંનદનો એહસાસ ને દુઃખનો અનુભવ એટલે .....સંવેદના.
જડ ન થવું હોય તો જીવતા રહો ને જીવતા રહેવાનો એક જ ઉપાય છે કે સંવેદનાને મરવા ન દો ! તમારી અંદર જે છે એને ખાલી ન થવા દો, એને સતત ભરતા રહો , ખુલ્લા મને આપતા રહો.......emoji સાથે નહીં Emotion સાથે જીવો....
Comments
Post a Comment