વિલીનીકરણ
આજ
પહેલીવાર
એના
પગ
ના
ખચકાયા.
આટલા બધા
માણસોની
વચ્ચેથી
પણ
એ
જતી
રહી,
સ્વમાન ભેર .
એના
સ્વમાનને
ઠેસ
પહોંચાડીને !
હા,
યાદ
છે
એકવાર
કહેલું
કે
'ચાલી જા અહીંથી'
ને
છતાં
એ
એ
રોકાય
ગયેલી.
કોના માટે ?
દીવાલોના
સૂકા
દેહમાં
પ્રાણ
પુરવા માટે.
એના
માળા
ફરતે
કોઈ
ભરડો
ન
લઈ
જાય એ
માટે .
એના
ઘરના
રસોડાનું
સંગીત
શૂન્ય
ન થઇ
જાય
એ
માટે.
ભીનો
થયેલો
ટુવાલ
બેડશીટ
પર જ
પડ્યો
ન
રહે
એ માટે .
ને
આજે
કરગરીને
ચોધાર
આંસુડે
ગળે બાજી
ગયેલા ડુમા
સાથે
એ
સાદ
પાડે
છે
"રોકાય જા
મારા માટે " !
તો પણ
એ
હવે
વિલીન
થઈ
જશે
માટીમાં
માટી
બની !
Bhumi Joshi
Comments
Post a Comment