વર્ષો પહેલાં નજર સામે બંધાવેલી દિવાલની એક ઈટ પણ હલે તો
ધ્રાસકો તો પડે જ!
ને અહીંયા તો આખુ ઘર હલ્યું'તું.
એક સમી સાંજે ચકલી પાછી ફરી તો ખરી પણ
ઘર ફરતે ચાર થી પાંચ આંટા માર્યા એ વિચારમાં કે,
કદાચ ક્યાંય ભૂલી તો નથી પડી ને?
એવું બને નહિ છેલ્લા કેટલાય સમયથી ઘર છે અહીંયા એનું.
ને ઘરને ભૂલવાનો તો સવાલ જ ના હોય ને!
ઘર એ ઘર હોય છે. એ પછી મારું હોય, તમારું હોય કે પંખીનું.
પણ એના હદયનો ફફડાટ એની પાંખમાં ઉભરાયો.
ત્યાં આવી કોયલ બન્ને એકબીજાને તાકી રહ્યા.
ઉપરની ડાળમાં એમના બચ્ચા ને માળો સલામત છે એની ખાતરી હજી તેઓએ નથી કરી.
એની નજર આંગણમાં ઢેર થયેલા ઝાડ પર છે.
નીચે પડેલી વનરાઈની લીલાશ એની આંખમાં લાલ થઈને ઉભરાઈ,
ને
ફળિયામાં પડેલા હજી લીલીછમ ડાળ ને રોજની જેમ જ સિંહાસન બનાવીને વીંધાય ગયેલા સામ્રાજ્ય પર આધિપત્ય સ્થાપ્યું.
વેદનાને ટહુકામાં ભારે હૈયે ધરબી એકાએક એ પૂછી બેઠી આંગણાંને કે,
'કા ભાઈ ના સેહવાયો ભાર મારો?'
વર્ષોથી બાંધી રાખેલું ઘર આ પળમાં કાં વિખાણું?
દીધેલા દાણાંને પાણી નો આવો હિસાબ તું ક્યાં કરી આવ્યો?
ઝાડમાં માળો ને માળામાં ઝાડ આખુ
એ પંખી કહે આ બચ્ચા જ નહી
આ એક એક પાન છે પરિવાર મારો.
ને સામે જોઈ મને એક ચકલી પૂછી રહી છે,
ઝાડ જેવું ઝાડ આખું ક્યાં ગયું???
~ ભૂમિ જોશી
સંવેદનાથી ભરપૂર અદભૂત રચના !👌👌👌👍👍👍 લાગે કે જાણે એ ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી હોઇએ...
ReplyDeleteઆભાર
Deleteજીલાઇ છે સમ વેદના...
ReplyDeleteલખતી રહેજે આવું જ...
ગમ્યું..
આભાર
DeleteVery nice Bhumi ji
ReplyDelete