સાંજ પડ્યે કેટ-કેટલાંય ચહેરાઓ આપણી સામેથી પસાર થઇ જાય છે. કેટલાય નવા લોકોને મળીએ છીએ ને એ નવા ચહેરાઓ આપણા બનીને રહે છે કાયમ માટે. ને રચાય છે આપણું વર્તુળ. હા, આપણું વર્તુળ કારણ કે રક્તના સંબંધો ને સગા સંબંધીઓ માણસને વારસામાં મળે છે. કાજલ ઓઝા વૈદ્ય કહે છે, એમ મિત્રતા એ માણસ જાતે પંસદ કરે છે, જાતે વાવે છે, ઉછેરે છે અને જાતે જ જીવે છે. પછી એ જાતે જ ઉછેરેલો છોડ જીવનમાં ડગલેને પગલે વૃક્ષ બની છાંયા આપ્યા કરે છે.
સાચી મિત્રતા એ કંઈ સમૃદ્ધિ, પૈસા, કે સુંદરતા પર અધાર નથી રાખતી. એ તો અધાર રાખે છે માત્ર હ્રદયની ભીનાશ પર. એને તમારા માર્ક્સ, દેખાવ કે વૈભવ સાથે કોઈ જ લેવા દેવા નથી હોતો. હોય છે તો માત્ર તમારા સંપુર્ણ અસ્તિત્વનો સ્વીકાર ! તેઓની સાથે જેવા છો એવા જ થઇને રહી શકો. કોઈ દંભની ત્યાં જરૂરિયાત રહેતી નથી.ને એટલે જ મિત્રો એટલે.... સંસાર સાગર માંથી વીણેલાં મોતી.
સ્કૂલથી લઈને આત્યર સુધીમાં કેટ-કેટલાય મિત્રો સાથે રહ્યા ને થોડા છૂટતા પણ ગયા.Each coin has two sides. All friendship are just for sharing and enjoying but it is also true that there are very few friends who care and they are strong backbone in life. જેને તમારા લંચ બોક્સ કરતા તમારી સાથે વધુ નિસ્બત હોય ! સંઘર્ષમાં ટકી જવાનું, જીવી જવાનું બળ એ લોકો પૂરું પાડે છે. આપણી એકલતામાં , આપણાં દુઃખમાં યાદ આવનાર સગપણ સંબંધ વગરની વ્યક્તિ હોય તો એ આપણા મિત્રો છે. કયારેક સુખમાં ને દુઃખમાં યાદ આવનાર મિત્રો અલગ અલગ હોય. પણ, દુઃખમાં ને સુખમાં યાદ આવનાર મિત્ર જો એક જ હોય તો એનાથી વિશેષ આનંદ બીજો હોય જ શકે નહીં. અહીં, facebookના friendlistની નહીં પણ જેની સાથે રસ્તાઓ ખૂંદયા છે,એ મિત્રોની વાત છે. એ સંબંધ એ ભર્યો સંબંધ છે, એ ભીંજાય છે અંતરની ભીનાશથી. વગર કહ્યે ઘણું બધું સમજાવી જાય ને મૌનમાં ઘણું બધું સમજી પણ શકે ને છતાં ઘણું બધું અકબંધ રહે !
નાસ્તાના ડબ્બાના શેરીંગથી શરૂ કરેલી એ સફર એ જીવનની સફર બની જાય છે. માન-અપમાન જેવા શબ્દોને ત્યાં કોઈ અવકાશ હોતો નથી. મિત્રતાને સ્થળ અને કાળ સાથે કોઈ જ નિસબત નથી. સાથે હોવું હરહંમેશ જરૂરી પણ નથી. ભેળા બેઠા હોઈએ ત્યારે જ, તે સ્થળે અસ્તિત્વનો ઉત્સવ સર્જાય છે. દિવસો સુધી ન મળ્યા હોવા છતાં જયારે પણ મળીએ ત્યારે કશું જ બદલાયું ન હોય! પસાર થતો સમય પણ ચેહરાની કરચલીઓ સિવાય એ સંબંધમાં ખાસ્સું કશું જ બદલી શકતો નથી. મિત્રો આપણી સફળતામાં આપણાંથી વધુ ખુશ થનારા ને નિષ્ફળતામાં ઢાલ બનીને ઉગારી જાય છે. લેવામાં તો જીવ પણ લઇ લે ને ભીડ પડે જીવ પણ દઈ દે એવા હોય છે મિત્રો. આંગળીના વેઢે ગણાય એટલા પણ જીવનને ભરપૂર માણી શકાય એટલા છે મિત્રો.Thank you so much for being part of my life. Wishing you all very H@ppy Friendship Day.
👌 nice didi
ReplyDelete👌 nice didi
ReplyDeletenice things didi!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteIt's too late to read it. Happy friendship day
ReplyDelete#osm# madam
ReplyDelete