અહેસાસ
હાથમાંથી
રમકડું
છીનવાતું
હોત તો
રો-કકળ
કરીને
પણ
કદાચ
પાછું
મેળવી
શકાત !
પણ
આજે
લંબાવેલો હાથ,
હ્રદયની ભીનાશ,
આંખોના આંસુ,
લોકોની ભીડ,
કે
કોઈના શબ્દો
એને
નહીં રોકી
શકે !
કારણ
હવે
એ
સર્વત્ર
છે.
એના
હોવાનો
એહસાસ
છે.
તે
છતાં
એ
ક્યાંય
નથી !
ભૂમિ જોશી
srs
ReplyDelete