મૃત્યુ
હે?? ન હોય!! અરે, હજુ હમણાં જ વાત કરેલી ફોન પર, દસ મિનિટ પહેલાં જ. બોલતાની સાથે તો હાથમાંથી ફોન પડી જાય ને ગળે ડૂમો બાજી જાય. આંખોમાંથી પડુ પડુ કરતા આંસુઓ પાંપણોનો બંધ તોડી નાખે. હજુ હમણાં જ ઝઘડેલા, ફરિયાદોની આપ- લે કરેલી ને કહેલું કે થાય તે કરી લે. ને અણધાર્યું બની જાય, ન બનવાનું ! હવે, કરવાનું કશું જ ન હોય, કારણ હવે હયાતી ન હોય.
હા, હાજર હોય આંખોમાં ચોધાર આંસુઓ જેની હવે જરૂર ન હોય. હોય તો માત્ર સાથે વિતાવેલી એક-એક ક્ષણોની યાદો ને વર્ષોથી કહી ન શકાયેલા શબ્દો જે અત્યારે ગળે ડૂમો બાજીને ઘેરી વળ્યાં હોય. હમણાં જ જેને બહુ સરળતાથી કહી દીધેલું કે 'જા' ને હવે .....? એના ગયા પછી એક ખાલીપો ને સૂનકાર હોય સર્વત્ર.
થોડી વાર પેહલા જ જેની સાથે બેસવાની આનાકાની કરેલી, એની સાથે હવે ક્યારેય બેસી શકાશે નહીં એ જાણવા મળે તો ? જેને હમણાં થોડી વાર પહેલાં જ ચાલતા -ચલતા અવગણી નાખેલ, એ ચહેરો ક્યારેય હવે દેખાશે જ નહીં તો ? આજે નહીં આવી શકું , કાલ ચોક્સસ મળું. પણ જો એ કાલે હાજર જ ન હોય તો ? અરે, રાહ જો, હમણાં પહોંચું જ છું, અરે આવી પહોંચ્યો, એમ કહેનાર ના પગલાં ઘર ભણી પાછા ફરે જ નહીં તો ? અચાનક તો એવું શું બની જાય કે મુત્યુ એકાએક પડદો પાડી દે. પછી શરૂ થાય એક નવી જ ઘટમાળ.........
કયારેય મળવા ન આવેલ નનામી વખતે હાજર હોય. એક એક માણસ માટે વલખા મારતા એ જીવ પાસે આત્યરે એના સિવાય આખી સભા હાજર હોય. તરત જ એની ગેરહાજરીમાં એના ગુણગાન શરૂ થાય પણ અફસોસ હવે એ સાંભળવા માટે હાજર નથી. હવે એ કોઈપણ સંવેદનને માણી શકે એમ નથી.
ક્યાં હતા ? એ વ્યક્તિને જેવો છે એવો જ અપનાવી લેવામાટે. એની સાથે જીવનની અમૂલ્ય ક્ષણોને જીવી લેવા માટે. એની સાથે જીવનને માણી લેવા હવે મોડુ થઇ ગયું છે. હવે, તો છે માત્ર સમય ! એવો સમય કે જે એની સાથે મણવાનાં વિચારમાં વિતાવેલો પણ એ શક્ય બન્યું નહીં. હા, જરૂરથી પ્રેમ હદયમાં હોય પણ પ્રકટ ન થાય તો ? બા, મમ્મી, પપ્પા, ભાઈ ,બેન, મિત્રો ને સ્નેહીઓના સંબંધો એવા સંબંધો છે કે જે હરહંમેશ સાથે હોય છે, હા હવાની જેમ જ. હવાની ગેરહાજરીની કલ્પના માત્રથી જીવન અટકી જાય. ને પછી શરૂ થાય છે વસવસો.આંખો ઉભરાય જય છે કદાચ સુકાતી જ નથી, શબ્દો શુષ્ક થઇ જાય છે કારણ હવે એ શબ્દોને ભીનાશ આપનાર હવે હયાત નથી.
એની નનામી પર આંસુઓ પડી રહ્યા હોય છે હદયના ભાર રૂપે ! જે હવે કયારેય હળવો થવાનો નથી. આંસુઓ પડતા રહે છે આપણે કરેલા એની સાથેના વ્યવહાર પર. જે સ્વજનને આપણાથી અળગા રાખ્યા હોય, એ અચાનક નિકટના સ્નેહી બની જાય છે કારણ....'એની ગેરહાજરીમાં એનું હોવું એટલે શું એ સરળતાથી
સમજાય છે.'
જીવંત રહીને કોઈની સાથે કેમ ન જીવી શકાય ? મુત્યુ બાદ અફસોસને કેમ ન ટાળી શકાય ? મુત્યુને એક ઉત્સવ કેમ ન બનાવી શકાય ? હા, ઉત્સવ એક અનન્ય ઉત્સવ. કયારે બને ? ' મુત્યુ એક ઉત્સવ' કયારે ??
જયારે આપણે ભરપૂર જીવ્યા હોઈએ. જીવવું હોય એવું જીવ્યા હોઈએ અને જીવવું હોય એની સાથે જીવ્યા હોય. જિંદગાનીને એક અદમ્ય ઉત્સાહ પૂર્વક સાથે જોઈ હોય. જીવનનો આનંદ હોય, શોક નહીં. જીવી શકાય મુત્યુ બાદ પણ કોઈના હ્દયમાં એક ઝરણું બનીને, સ્મરણ બનીને. જે કેહવું છે એ પત્યક્ષ જ કહીને.
મુત્યુ બાદ નથી રેહતો કોઈ હરખ કે શોક. હોય છે તો આદિઅનાદિ કાળથી ચાલી આવતું એ ચક્ર - સમયનું ચક્ર. જે ક્યારેય અટકતું નથી, કયારેય કોઈની રાહ જોતું નથી. નથી રહેતા કોઈ સુખ દુઃખ. નથી કોઈ સ્વજન ને નથી ત્યાં કોઈ જ બંધન. સમયની સાંગોપાંગમાં બધું જ ધીરે ધીરે ઓગળતું જાય છે ને છેલ્લે વધે છે તો માત્ર મૌન. જે હવે એ સમજી શકવાના નથી ને એ મૌનને શબ્દોમાં રૂપાંતર થવાનો દિવ્ય અવસર કયારેય નહીં મળે કેમ ? કેમ કે એક વખત કહ્યું તું 'જા' ને હવે એ સમયના કાળચક્રમાં એવું ગયું છે કે એને શબ્દો ન મળે તો જ હવે ટકી શકાય એમ છે...!! જીવનની આટલી બધી અનિશ્ચિતાઓમાં મુત્યુ જ એક નિશ્ચિત છે......
When shall we meet again ?
nice
ReplyDelete