Hey there ! I am using Whatsapp
न जाने जिंदगी का ये कोनसा दौर हैं,
इन्सान ख़ामोश हैं और ऑनलाइन कितना शौर हैं ।
Thank God! Whatsapp, Facebook Twitter, Hike, Instagram etc..અમારી પાસે છે. વર્ષો પહેલાં લોકો કેવી રીતે જીવતા હવે એની વર્તાઓ કેહવાય છે.હા, રામાયણ ને મહાભારતની જેમ જ. અમારા વખતમાં આવું ન હતું. (हमारे जमाने में तो.....આગળ લખવાની જરૂર નથી ને? ) ખરેખર, આવું નહતું. લોકો પાસે computers, smartphones, laptops, tablets, internet જેવી આધુનિક ગણી શકાય એવી સુવિધાઓ ન હતી પણ સાથોસાથ મનોરંજનના સાધનો ન હતા એવું નહતું. ત્યારે આખ્યાનો, ભવાઈ, કથપુટળીઓના ખેલથી લોકો આનંદ પ્રાપ્ત કરતા. અત્યારે એનું પ્રમાણ નથી એવું નથી પરંતુ નહિવત પ્રમાણમાં છે. પહેલાં લોકો પાસે સમય હતો એકબીજાને સાંભળવાનો, સમજવાનો ને ખાલી કેમ છે ? પૂછીને, એના પ્રત્યુતરની રાહ જોવાનો! અરે, આ જમાનો પણ કંઈ જેવો તેવો નથી. એક એક ને આંટી મારે એમ છે Whatsapp, Facebook, Twitter, Hike..etc. Theatreમાં પણ ફિલ્મ જોતી વખતે, મિત્રો સાથે ગોળાબાજી કરતી વખતે, ઘરના સભ્યો સાથે બેઠા હોય ત્યારે પણ એક નવી પળોજણ આપણા હાથમાં જ હોય છે એ છે Online કોણ છે ? ક્યાં છે ? શું કરે છે ની ન્યૂઝ feeding !
આજના આ અતિ મોડર્ન સમયમાં જયારે સમયની કટોકટી હોય ત્યારે આ Whatsapp, Facebook, Hike, Twitter જેવાએ આધુનિકતાની હોડમાં લાગેલા મહારથીઓના સંબંધોને સાચવી રાખ્યા છે એ સમજી શકાય એવું છે, નથી લાગતું ? મિત્રો પણ whatapp , Facebook સિવાય હવે ક્યાં મળે છે ? ઘરના સભ્યો પણ એક જ રૂમ બેઠા બેઠા રૂબરૂ વાતચીતનો નહીં પણ Online Chatting નો આનંદ માણે છે.
સવારથી શરૂ કરીને સાંજ સુધી, ને સાંજ થી શરૂ કરીને રાત સુધી. અરે, સોરી, રાત તો ક્યારેક પડતી જ નથી સીધી જ થાય છે સવાર. કૂકડો કે કોયલ બોલે અથવા તો ઝાલર વાગે (જો આજુબાજુ માં પાર્ક કે ઘરમાં ગાર્ડન કે મંદિર હોય તો ) ત્યારે ખબર પડે કે લે, 🙄પો ફાટી નીકળી! બાકી તો આપણા એલાર્મમાં તો ગીતો જ વાગે છે.
આજે લોકો પાસે સમય જ નથી. કશું જ કામ ન કરતા લોકો પણ busy છે, whatsapp , Facebook....માં. જાત અનુભવ છે કોઈ મળે ને કહીએ કે 'આવો ઘરે કોઈક દિવસ, બેસવા' તો કહે અરે, સમય જ નથી ને!' Whatsapp, hike નથી વાપરતા ? Number આપી દ્યો ને, message પર વાત કરીશું. ત્યારે સાલું લાગે કે સારું છે, આ એક message છે કે જેણે કેેટ- કેટલાય સંબંધો સાચવી રાખ્યા છે.
વ્યક્તિ profile pic માં ઝકાસ છે ને status માં ઉદાસ છે. કેટકેટલાય અવનવા status રાતપડે જોવા મળે. વર્ષોના અનુભવે શીખવા મળ્યું છે કે એ કહેવત સાચી છે, 'हाथी के दांत दिखाने के कुछ और खाने के कुछ और।' તદ્દન વિરોધાભાસ ધરાવતા profile pic અને status માંથી સાચું શું એ કદાચ એને
પૂછીએ તો પણ નક્કી ન થઇ શકે. એકદમ મસ્ત 👌સેલ્ફી વાળા profile pic નું status " ख़ुशियाँ तकदीर में होनी चाहिए, तस्वीर में तो हर कोई मुस्कुराता हैं ।" હોય ત્યારે એકવાર વિચારવું તો રહ્યું , કે નહીં ? Hey there ! I am using whatsapp - એ તો બરોબર પણ actually તમે કરો છો શું ? કોની સાથે શું થયું ? કોણે કોને શું કહ્યું ? એની breaking ન્યૂઝ એ Whatsapp કે facebookના status છે. સતત બદલાતા રેહતા status મૂડ પર આધાર રાખતા હોય છે. કોઈ સંચારીભાવોની જેમ જ એ બદલતા રહે છે તો ક્યારેક ફરજીયાત પણે ઠોકી બેસાડેલા.
આપણી પાસે વહેલી સવારથી જ ,ઓહ સોરી અડધી રાતથી જ Good Morning ના fwd messages નું લાંબુ લિસ્ટ, મહાન તત્વજ્ઞાન થી લઈને દાક્તરી સારવાર સુધીની બધી જ tips, દર્દ ભરી દાસ્તાન થી લઈને હાસ્યની ફોરમ આપતા jokes, તો વર્ષાની ગઝલ થી લઈને Man Booker Prize સુધીની સફર આવી હોય છે.
એટલું બધું એકસાથે પીરસવામાં આવે છે કે લાગે જાણે વિશ્વ આખાનું જ્ઞાન અહીં વણી લેવામાં આવ્યું હોય. ને મોટે ઉપાડે ફરી આપણે પણ એ fwd કરવામાં લાગી ગયા હોઈએ.Cross check કરવાની આદતતો આપણને આજ સુધી પડી જ નથી ! એક message આવે કે એ એ message 10 ગ્રુપ માં fwd કરવો, કોઈએ આ રંગનું profile સેટ કરવું નહીં, આ numbers ના phonecalls recieve ન કરવા, 👉 ફ્રી રીચાર્જ, ફ્રી ટી-શર્ટ, અનલીમીટેડ ઇનકમ, કુળદેવી ના સમ, સાંઇબાબા ના સમ, મા કી કસમ, પાપા કો ચાહતે હો તો ફોરવર્ડ કરો, ને એના જેવું ઘણું બધું.
આ જમાનામાં કોઇ મફતમાં ચાય પણ ના આપે, ખબર નથી પડતી કે તમને રીચાર્જ, કપડા, લેપટોપ, મોબાઈલ... બધું ક્યાથી આપે છે.અરે ભાઈ, તમને મળ્યું છે ક્યારેય? ને છતાં આપણે સહુ સેનાની બની ને યુદ્ધ માટે તૈયાર જ હોઈએ એમ એમાં ઝમ્પલાવીએ છીએ.
એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં જેટલી ઝડપથી આપણે ડોકિયું કરીએ છીએ એટલી જ ઝડપથી જો આપણી અંદર ડોકિયું કરીએ શકીએ તો આપણી કેટલીય સમસ્યાઓ દૂર થઇ શકે એમ છે. કારણ આપણે આપણાં એકાંતને પણ નથી માણી શકતા. આપણે આપણાથી જ bore થઇ જઈએ છીએ. આપણે આપણાથી જ એકલાં પડી ગયા છીએ. 'એકાંત પ્રિય હોય શકે, એકલાપણું ક્યારેય નહીં.' આપણને online રહેવાની ટેવ છે. Online news feeding માં થાકી ને off line થઈએ છીએ ને બીજી જ મિનિટે ફરી Online થઈએ છીએ થાક ને દૂર કરવા માટે !
Faceboook પર હજારોની સંખ્યામાં ને whatapp માં પૂરતા contact numbers, friends listમાંહોવાછતાં માણસ ચિડાય જાય છે. કારણ કયારેક કેહવા માટે ઘણું બધું હોય છે પણ સાંભળનાર કોઈ નહીં ? આપણી પાસે friend list છે પણ આપણી સાથે friend નથી. હા, એ સાચું કે મિલો દૂર હોવા છતાં, રોજ વાતચીત ન થતી હોવા છતાં પણ એ વર્ષો સુધી best બનીને રહે , પણ એવા સંબધો કેટલા ? હવે, દોડ-પકડ નથી candycrus છે, હવે સંતાકુકડી નથી પણ offline-online છે, હવે Words નથી texts છે, હવે voice નથી પણ noise છે ને એની સાથે માણસ એટલો જ ત્રસ્ત છે. બીજાને આપણે સુખી છીએ એ દેખાડવા આપણે ક્યાંક દંભને આચરી રહ્યા છીએ. સુખી હોવાનો દેખાવ કરવામાં આપણે આનંદ ગુમાવી દીધો છે.
આપણી દેશભક્તિ, આપણો આક્રોશ, આપણી સંગઠન શક્તિ, આપણી શ્રધાંજલી, આપણા વિચારો whatsapp, Facebook, Hike સુધી જ સીમિત થઇ ગયા છે એનો અફસોસ છે. પણ, સારું છે કે આ બધું છે, કારણ આજે આ અદ્યતન યુગ માં આ એક જ એવું સક્ષમ સાધન છે જેને હજુ માણસોને એકસાથે એક યા બીજી રીતે જોડી રાખ્યા છે. આજે જયારે માણસ માણસમાંથી વિશ્વાસ ગુમાવતો જાય છે ત્યારે આ technology એને વરદાન રૂપ નીવડી છે. માણસ વિશ્વાસ રાખવા કરતાં શંકાથી પીડાવાનું વાધરે પસંદ કરે છે. વાત વાત માં લોકોને ખોટું લાગી જાય છે, પૂછવા કરતા પુરાવું એને રુચિ ગયું લાગે છે..
Whatasppમાં ફરતી એ વાર્તાથી કોઈ અજાણ નહીં હોય, 'અમારા જમાનામાં મોબાઇલ નહતા...' હા, અમારા જમાનામાં મોબાઈલ છે, Whataapp, Facebook, Hike ect, છે. ને આ પેઢી એને બહુ પારદર્શક રીતે ખુલ્લા મને વાપરે છે , શીખે છે, ને શીખવાડે છે. આવનારી પેઢી આ બધા વગર પણ જીવન શક્ય હતું એ વાતો માત્ર એક Myth તરીકે સાંભળશે, ઓહ, sorry, કદાચ Google search જ કરશે.
wah! excelent
ReplyDelete👌👍
ReplyDelete