આ પીડાને લખવા શબ્દો નથી .....નિર્ભયા
આ વેદનાને કોતરવા શસ્ત્ર નથી .... નિર્ભયા
તારા સપનાની પાંખો જેણે પીંખી નાખી
એને સજા દેવા આ તૈયાર નથી ...નિર્ભયા
સારુ છે તુ નથી આ જોવા અહી છુટો આ ઝાલીમને,
નહી તો જીવી શકી ના હોત તું .....નિર્ભયા
સાચુ ક્હયું વળે શું નામ જ્યોતિ હોય એથી;
ઉજાસ પાથરી , પથ કંડારી ચાલી તું ગઇ ...... નિર્ભયા.
આ વેદનાને કોતરવા શસ્ત્ર નથી .... નિર્ભયા
તારા સપનાની પાંખો જેણે પીંખી નાખી
એને સજા દેવા આ તૈયાર નથી ...નિર્ભયા
સારુ છે તુ નથી આ જોવા અહી છુટો આ ઝાલીમને,
નહી તો જીવી શકી ના હોત તું .....નિર્ભયા
સાચુ ક્હયું વળે શું નામ જ્યોતિ હોય એથી;
ઉજાસ પાથરી , પથ કંડારી ચાલી તું ગઇ ...... નિર્ભયા.
- Bhumi Joshi.
In which society we live today ? Do you believe our judiciary system ? How they ignore one's pain and suffering? Is crime is connected with age ? Crime is crime . isn't it ? How the rappist get freedom when all know that he is criminal. What happen with her family members and specially of her parents ?
Why we ignore such big things ? Where is our Humanity concern ? Still the Age is same for girls/Women ?
Why we ignore such big things ? Where is our Humanity concern ? Still the Age is same for girls/Women ?
હજુ આપણે બેઠા છીએ ? શા માટે ? કેમ આપણે ઉકળી નથી ઉઠતા ? શું થયું છે આ સમાજને ?? માનવતાની વાતો કરનારાઓને? ક્યાં ગયા છે બધા ?
શું એણે ગુનો કરતાં પહેલાં વિચાર્યું હતુ કે એ સગીર છે ? તો પછી સજામાં સગીર હોવાની કે ના હોવીની વાત જ નથી આવતી. He must be punished. That's all. આવા ચુકાદાને કારણે જ ગુનાહીત કાર્યો વધતા જાડ છે ?
કાયદાઓ જીંવત રહે ને માણસ મરતો રહે ??
કાયદા માટે માણસ છે કે માણસ માટે કાયદો ???
નિર્ભયા તો એની લડત આપીને ગઇ છે . હવે આપણો વારો છે. બળાત્કારીને છોડી દેતા જીવ કઇ રીતે ચાલ્યો ? શું એની દીકરી કે એની બહેન હોત તો પણ આ જ ચુકાદો આવત ?
મરી પરરવાર્યુ છે અહીં બધું. કોઇ જ તમારા અવાજને ગણકારશે નહી. અવાજને સત્તાથી દબાવવામાં આવશે ને ફરી પાછી એક નિર્ભયા જન્મ લેશે , ભોગ બનશે ને મારી નાખવામાં આવશે. થોડા દિવસની રેલીઓમાં બધુ સમેટાઇ જશે ને ફરી એક નિર્દોષના સપનાની બલી લેવામાં આવશે .
Digital Revolution Age માં પણ માનસ્કિતા ના બદલી શક્યા ?? Why we are not able to take quick decision of law ? ક્યાં કાયદા કાનુન વાત કરો છો ? જે સત્તાના, રાજકારણના જ પક્ષ માં રહે છે એ જ ? આખી દુનિયા જાણે છે આ અપરાધની સજા શું હોય શકે ને તેમ છતાં એને છોડી મુકવામાં આવે, એ તો ક્યાંનો ન્યાય ???
હજુ પણ નિર્ભયાની પીડા , વેદના સંભળાય રહી છે. એ ન્યાય માંગી રહી છે ? તડપી રહી છે ? પણ ના ..... અહીં તો એ શક્ય નથી નિર્ભયા ! નથી શક્ય .....
જાતે જ ન્યાયનો ચુકાદો આપવો પડશે. બીજી નિર્ભયા ન બને એ માટે લડવુ પડશે. આ સમાજને સ્ત્રીઓનું સન્માન કરતા શીખવવું પડશે ... એની સામે જંગમાં લડવું પડશે....સ્ત્રી વગરના સમાજની ક્લપના માત્રથી આ સમાજને થથરાવવો પડશે ...સ્ત્રી માત્ર આનંદ માટેની વસ્તું નથી, એક આત્મશીલ વ્યક્તિ છે એ યાદ કરાવવું પડશે !
વિકાસ પંથે જઈ રહ્યા છો ? અહીં કોઇના શ્ર્વાસને કોઈ રુંધી રહ્યુ છે . કોઇને કશો જ ફેર નથી પડતો . વ્યક્તિની મહત્તા ઘટી રહી છે . મારી લડાઇ તો આ સમાજની માનસિકતા સાથે છે જે ક્યારેય નહી બદલાઈ શકે. આજે પણ આપણે એ જ animalistic behaviour ધરાવીએ છીએ . Sorry, animals તો એકબીજાની dignity જાળવી શકે છે. હા, આ માણસજાત જ ભૂલી ગઈ છે કે actually એનો સમાવેશ કેમાં થાય છે ? તેઓને પ્રાણીઓની હરોળમાં રાખવા એ તો પ્રાણીઓનું અપમાન છે !
એક માણસને બીજા માણસનો ડર લાગી રહ્યો છે. સતત ડરમાં જ જીવન પસાર થઈ રહ્યું છે ને લોકોના પેટનું પાણીય નથી હલતું? શું કહેવું આ સમાજને જ્યાં કોઈ સાંભળવા તૈયાર નથી પણ મશાલો લઇને સળગાવવા માટે જરૂર ઊભા છે ?
જાડી ચામડીના આ layers ઉતરશે કે નહી એ પણ નથી ખબર મને ? ને જો ઉતરશે તો ક્યારે એ પણ નથી ખબર ? તારી બહાદુરી , તારા સપના , તારી વેદના ને તારી પીડાને નમન...............
Comments
Post a Comment