What do You think about Tamash@??
Yes, really it is wonderful movie which shows the reality of human being and life. If any body watch the movie without deep concern, they surely say that......ઠીક છે, લવ સ્ટોરી છે. I heard these word from spectators. The actual aim is not to show love story but behind that curtain there is the actual plot of the movie. Imtiaz Ali gives the picture of human being who are suffering within. Generation gap is there, lack of mutual understanding is there, the most important thing that man can't live life as s/he wants to live because of society's rules and regulations.
કદાચ આ વાર્તા એ આપણા બધાની વાર્તા છે. આમાં હું છું , તમે છો ને કદાચ આપણે બધા કોઈક અંશે આમાં છીએ.પહેલાં તો આપણને કોઈ ઓળખે એ માટે પ્રયત્નો કરતા રહીએ છીએ ને પછી આપણે જ એવું ઇરછીએ કે કોઇ એવી જગ્યા હોય કે જ્યાં આપણને કોઇ ના ઓળખતું હોય ! જેથી આપણે જીવી શકીએ આપણી રીતે ! How strange it is though both things are decided by us !
જીવનની આટ - આટલી ભાગદોડમાં આપણે ભૂલી ગયા છીએ કે actually આપણે શું છીએ ? આપણે શું કરી રહ્યા છીએ બસ સતત દોડતા રહીએ છીએ. આપણે કેવા છીએ? શું છીએ એ પણ બીજાને નક્કી કરવા દઇએ છીએ ખરું ને? આ બધું જ આ ફિલ્મના પાત્રો કરે છે.
Ved ને તારા બન્નેને પોતાની identity છુપાવવી છે કારણ કે તેઓને જીવવું છે,જીવન માણવું છે, મન કહે તેમ કરવું છે, ઘટમાળીયા જીવનથી દુર જવું છે. એનો અર્થ એ નથી કે આ સમાજના નિયમોથી દુર જતું રહેવું , નોકરીઓ છોડી દેવી કે પછી ગાંડામાં ખપાવું પણ એ તો જરુર છે કે રોજિંદા જીવનમાંથી આપણી પોતાની થોડીક ક્ષણો તો હોવી જોઇએ. આપણે પોતાને સમજી શકીએ , આપણે આપણી દિશા નક્કી કરી શકીએ કારણ.........

" દરેક માણસ અલગ છે ને હા, એના સપના પણ ! "
એકાદ એવી જગ્યા કે વ્યક્તિ હોવી જોઇએ,જ્યાં આપણે આપણા Masks ઉતારી શકીએ. ત્યાં નિરાંતે બેસીને મનનો બળાપો કોઈ દંભ વગર ઠાલવી શકીએ.
Except love story , there are so many things to understand. કટપુતળીઓના ખેલની જેમ જ આપણે સૌ આ વિશ્ર્વમાં પોતપોતાનો રોલ ભજવી રહ્યા છીએ. કારણ જો માત્ર એક અગુંઠા જેવી સ્થુળ વસ્તુ કોઇની સરખીના હોય તો આપણું આખું અસ્તિત્વ તો કઇ રીતે બેવડાય શકે ? આપણને માત્ર ખબર નથી કેઆપણી દોરી કોના હાથમાં છે ને ક્યારે તુટશે ? આ આનંદિત જીવનનો અંત ક્યારે આવશે ? ખરેખર આપણે આપણા જીવનને નિખાલસ રહેવા દીધું છે ખરું ?
ફિલ્મના પાત્રો સાથે જે બને છે એવું જ કદાચ આપણી real life માં પણ બને છે. ઘરથી માઈલો દુર કોઈ hill Station કે પછી કુદરતના સાનિધ્યમાં થોડી રજાઓ ગાળ્યા બાદ , ઘરે આવ્યા પછી યાદ રાખવું પડે છે કે આપણે પાછા હતા એ જ્ગ્યાએ આવી ગયા છીએ. આપણો રોલ બદલાય ગયો છે. જેમ દેવ એકાએક બદલાયો એમ જ, ને તારા એનો સ્વીકાર ના તરી શકી .
સાચી રીતે તો Ved નહીં એની પરિસ્થિતિ બદલાય ગઈ હતી , એ જગ્યા બદલાય ગઈ હતી. આપણે પોતે જ નથી જાણતાં આપણને શું જોઇએ છે ? શેના માટે દોડીએ છીએ ? ને તે છતાં સતત દોડતા તો રહીએ જ છીએ. ને.........જ્યારે ખબર પડે ત્યારે આપણી પાસે પાછા ફરવાનો સમય નથી હોતો......
માત્ર જીવી રહ્યા છો કે જીંવત પણ છો એ શોધી કાઢજો ?

જીંદગી એટલે .........તમાશા.
Waiting for Godot...
ReplyDeleteExistentialism
so true...many of them who have seen the movie as art for Art's sake will not understand the essence of this movie.
ReplyDelete