International Mother Language Day............. 21 February આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એટલે..... વિશ્ર્વની તમામ ભાષાઓને એકસાથે સન્માનવાનો દિવસ. ભાષા એ તો માધ્યમ છે વિચારના આદાન પ્રદાનું . એ ગમે તે ભાષા હોય શકે .......ગુજરાતી , મરાઠી , હિન્દી , તેલુગુ , અંગ્રેજી, મલયાલમ, ફ્રેન્ચ, જેપનિઝ, વગેરે...પણ એ ભાષાને પોતાની ચોક્કસ લઢણ હોય , બોલી હોય.દરેક ભાષા એના સ્થાને સર્વોત્મ છે. તો પછી કોઇ એક ભાષા બીજી ભાષાથી ઉતરતી કે ચઢિયાતી કઇ રીતે હોય શકે ?? માતૃભાષા એટલે .......બાળક જે ભાષામાં હાલરડા સાંભળતું સાંભળતું સૂઈ જાય એ. બાળક સૌ પ્રથમ જે ભાષામાં 'મા' બોલતા શીખે અે ભાષા. એવુ કહેવાય કે માતૃભાષા એટલે..... મા નો ખોળો. આપણને આપણી ભાષા પ્રત્યે માન હોય , ગૌરવની લાગણી હોય એ સાચું પણ એની સાથોસાથ અન્ય ભાષાઓ પ્રત્યે આદર અને સન્માનની લાગણી હોવી જરુરી છે. માતૃભાષા દિવસની ઉજવણીનો હેતુ જ વિવિધ સંસ્કૃતિનો અને વિવિધ ભાષાઓનો સ્વીકાર સૂચવે છે. 21 February - International Mother Language Day, પાછળનો ઇતિહાસ જાણવા જેવો છે. દરેક ભાષા સાથે એનું સાહિત્ય જોડાય
That's just the way I am.