International Mother Language Day.............
21 February આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એટલે..... વિશ્ર્વની તમામ ભાષાઓને એકસાથે સન્માનવાનો દિવસ.
ભાષા એ તો માધ્યમ છે વિચારના આદાન પ્રદાનું . એ ગમે તે ભાષા હોય શકે .......ગુજરાતી , મરાઠી , હિન્દી , તેલુગુ , અંગ્રેજી, મલયાલમ, ફ્રેન્ચ, જેપનિઝ, વગેરે...પણ એ ભાષાને પોતાની ચોક્કસ લઢણ હોય , બોલી હોય.દરેક ભાષા એના સ્થાને સર્વોત્મ છે. તો પછી કોઇ એક ભાષા બીજી ભાષાથી ઉતરતી કે ચઢિયાતી કઇ રીતે હોય શકે ??
માતૃભાષા એટલે .......બાળક જે ભાષામાં હાલરડા સાંભળતું સાંભળતું સૂઈ જાય એ.
બાળક સૌ પ્રથમ જે ભાષામાં 'મા' બોલતા શીખે અે ભાષા.
એવુ કહેવાય કે માતૃભાષા એટલે..... મા નો ખોળો.
આપણને આપણી ભાષા પ્રત્યે માન હોય , ગૌરવની લાગણી હોય એ સાચું પણ એની સાથોસાથ અન્ય ભાષાઓ પ્રત્યે આદર અને સન્માનની લાગણી હોવી જરુરી છે.
માતૃભાષા દિવસની ઉજવણીનો હેતુ જ વિવિધ સંસ્કૃતિનો અને વિવિધ ભાષાઓનો સ્વીકાર સૂચવે છે. 21 February - International Mother Language Day, પાછળનો ઇતિહાસ જાણવા જેવો છે. દરેક ભાષા સાથે એનું સાહિત્ય જોડાયેલું હોય છે અને એની સાથે એની સંસ્કૃતિ પણ. કદાચ, આપણે આ દિવસની ઉજવણી "આંતરરાષ્ટ્રીય" શબ્દને અવગણીને 'માતૃભાષા દિન' ની ઉજવણી કરી !! અલબત અંગ્રેજીના પ્રખર વિરોધી બનીને .....
જો મને મારી માતૃભાષા પ્રેમ છે તો એનો અર્થ એ નથી કે મારે બીજી ભાષાઓને વખોડવાની છે.એનો અર્થ એ છે કે મારે બીજી ભાષાઓ પ્રત્યે સાતત્ય જાળવવાનું છે.
આપણે બધાએ કદાચ આ દિવસની ઉજવણી 'વિશ્ર્વ માતૃભાષા દિવસ' તરીકે નહી પણ 'ગુજરાતી દિવસ' તરીકે મનાવ્યો હોય એવું વધુ જણાયું . આપણે સમજવું પડશે કે બધી જ ભાષાઓ પોતાના સ્થાને યોગ્ય છે ને એને પોતીકું મહત્વ પણ !!
Shakespeare ' Frailty thy name is woman' , T.S.Eliot's Waste land and Beckett's ' Waiting for Godot' ---- અંગ્રેજીમાં ઉચ્ચ સ્થાને છે. તો ગુજરાતીમાં પણ નરસિંહ મહેતા, પ્રેમાનંદના આખ્યાન , અખાના છપ્પા તો ગોર્વધનરામ ત્રિપાઠીની નવલકથા 'સરસ્વતીચંદ્ર' ને કલાપીની ગઝલ 'યાદી ભરી આપની' છે જ.
તો મારી મા સારી અથવી સર્વોત્મ એ કહેવું કદાચ ભૂલ ભરેલું રહેશે. ભાષા ગમે તે હોય , ગમે તે પ્રાંતની હોય તો પણ પોતાની તો 'મા' જ રહેશે. તો પછી "મા" સારી કે ખરાબ ન હોય . મા એ મા હોય !!
જો ખરેખર , આપણને આપણી ભાષા પ્રત્યે પ્રેમ હોય ,એના પ્રત્યે સન્માન હોય કે એને મુઠ્ઠી ઉંચી બતાવવી હોય તો અન્ય ભાષાની અવગણના કર્યા વગર, ભાષાના વિકાસમાં યોગદાન આપવાના પ્રયત્નો કરવા એ જ માર્ગ હોય શકે...
બાકી વિકસતી આ 21મી સદીમાં માત્ર માતૃભાષાના ખોળાને વળગી રહી શકાય નહી. માતૃભાષાની સાથોસાથ bilingual k multilingualની આજે તાતી જરૂરીયાત તો છે જ.
coexistence and mutual understanding જ આનો વિક્લ્પ હોય શકે નહીંતર ચાલે છે એમ ચાલતું તો રહેશે જ........... વિચારવા જેવું તો ખરું નહી ???
coexistence and mutual understanding જ આનો વિક્લ્પ હોય શકે નહીંતર ચાલે છે એમ ચાલતું તો રહેશે જ........... વિચારવા જેવું તો ખરું નહી ???
Comments
Post a Comment