ગેરહાજરીની હાજરી!
સ્મરણ છે નયન છલકાવી જાય ગમે ત્યારે
સ્મરણ છે હૈયું સળગાવી જાય ગમે ત્યારે
ભૂમિ જોશી
માણસ વ્યક્તિ, સ્થળ, કાળ, અને વસ્તુ સાથે બધાંય છે. સ્થળ, કાળ, વસ્તુ બધું જ વ્યક્તિથી જીવંત લાગે છે. ક્યારેક આંસુઓ ઉભરાતા નથી એ હ્દયને ચીરી નાખે છે.
છત્રી ચોક, એમ તો બોટાદનો ધમધમતો વિસ્તાર. માર્કેટમાં જવા માટેનું સેન્ટર પણ. દુકાનો, ટ્રાફિક અને ફેરિયાઓના ઘોંઘાટથી છલકાતું સામ્રાજ્ય એટલે ટાવર રોડ. છત્રીચોકની સામે માર્કેટની અંદર દાખલ થવા માટેની ગલી. એ ગલીના નાકે પાંચ થી છ પગથિયાં ચડો એટલે એક દુકાન. દુકાન માત્ર દુકાન નથી હોતી. એ ધબકતી હોય છે શ્વાસમાં, માણસમાં.
કેટલીય વાર એ ભીડભાડ વાળા રસ્તેથી પસાર થવાનું બન્યું છે. રસ્તાઓ હંમેશા એક સરખી ઊર્જા પ્રદાન નથી કરતા. અમુક રસ્તાઓ પર ચાલવાનું હોય છે, મ્હાલવાનું હોય છે. અમુક રસ્તા પર દોડવાનું હોય છે. તો અમુક રસ્તા પરથી બહુ ઝપડથી પુરપાટ પસાર થઈ જવાનું હોય છે અથવા તો થઇ જવું પડે છે. ક્ષણ કે સ્થિતિ સંભાળવી શક્ય ન હોય ત્યારે એવું બને! જીવાય ગયેલી ક્ષણ કરતાં જીવવાની ક્ષણમાં બધું જીરવવું પડે એવું લાગે ત્યારે એવું બને! જે સ્થળને જીવંત અને ધબકતું જોયું હોય એ ઉજ્જડ બની રહ્યું ત્યારે એવું બને!
જે સ્થળેથી માત્ર ને માત્ર સુખોની લહેરખી જ ઊડતી હોય, માણસોથી ઉભરાતું હોય એને સાવ વેરાન બનેલું જોઈ રહીએ ત્યારે એવું બને!
આમ જુઓ તો અમારું બસ-સ્ટેન્ડ જેવું સ્ટેન્ડ હતી એ દુકાન. ગમે તેટલા અંતરેથી પણ એ આપણને ગોતી પાડે! ત્યાંથી પસાર થાવ એટલે દુકાનમાં બેઠાં બેઠાં ગમે એટલા અંતરથી ને મોટેથી એ સાદ પાડે! ગમે તેમ હોય પણમારાં પગ ત્યાં આવીને અટકી જ જાય. કેમ જાણે ટોલટેક્સના ભરવાનો હોય! હા, એ ટેક્સ હતો પ્રેમનો. એટલા ઘોંઘાટની વચ્ચે એટલા ટ્રાફિકની વચ્ચે પણ હુલામણા નામથી જ સાદ પાડે ને હાજરી નોંધાવે. ઘરમાં હુલામણા નામથી બોલવાની કોઈને ટેવ નથી. માત્ર બે જ વ્યક્તિઓના મોઢેથી એ સાંભળવા મળે પણ અફ્સોસ એ બન્ને હાજર નથી! જયારે એ દુકાનમાં કે એ વિસ્તારમાં હાજર ન હોય તો એમ લાગે કે ધક્કો થયો. ક્યાં જવાનું છે? શું લાવવાનું છે ? શું લઈ જવાનું છે ને એમણે શું કરવાનું છે ત્યાં સુધીની ચર્ચાઓ રોડ વચાળે થઈ જતી.
તાળું હોવું એનો અર્થ જ એ છે કે બંધનમાં હોવું. બંધન છે સ્મરણોનું. એ સાદનું. એ જગ્યાનું જ્યા ઊભા રહીને ઘણીય વખત ખડખડાટ હસતા ચેહરાઓનું..
પળમાં બંધ તૂટી જાય એ રીતે સંઘરીને રાખેલો બંધ તૂટી ગયો. ગઈકાલે જ ફરી એ જ જગ્યાએથી પસાર થતા છત્રી ચોકે પહોંચતા જ પગ અટકી ગયા, ઝળઝળિયાં બાજી ગયા, આંખો ટગરટગર તાળાં મારેલી દુકાનને જોઈ રહી! માત્ર દુકાનને તાળું હતું કે ? હજુ પણ પ્રતીક્ષા હતી એ સાદની કે હમણાં બોલાવશેને હું દોડતી ત્યાં જઈશને વાતોએ વળગી જઈશ. પણ વ્યર્થ! ત્યાંથી પગ ઉપડતાં થોડી વાર પણ લાગી. તો પણ સ્વભાવ સહ એકવાર પાછળ ફરીને પણ જોઈ લીધું કે કદાચ......
જાણે કેટલાય વર્ષો વહી ગયા હોય એમ લાગ્યું એ રસ્તાને જોઈને! એના શ્વાસની હવા ત્યાં હજુ છે. એણે બોલેલા એક-એક શબ્દનું ઉચ્ચારણ એ રસ્તા પર સંભળાય છે. કાળનું ચક્ર ક્યારેક એવું તો ફરી જાય છે જાણે પોતે જ કાળ બનીને આપણી સમક્ષ ઉભો ન હોય! થેલી આજે છલોછલ ભરેલી છે છતાં કોઈ ત્યાં પૂછનાર નથી કે શું લાવી? બધું જ એની જગ્યા એ હાજર છે, છે તો માત્ર એની ગેરહાજરી!

I don't have a word to tell you beta...God Bless you...I can relate with every word you have written is true feelings from all of us...And you have given a proper justice to our fellings...Thank You beta Keep it up.
ReplyDeleteShandaar, Zabardast, Zindabad...
ReplyDeleteBiggest loss of life that can never be compensated!
ReplyDeleteMissing u B@ & B@puji