ભારતીય સંસ્કૃતિના બ્રહ્મ વાક્યોમાંનું એક બ્રહ્મ વાક્ય એટલે 'તત્વમસિ'.ગુજરાતી સાહિત્યની એક ધરોહર સમી નવલકથા એટલે તત્વમસિ. ધ્રુવ ભટ્ટ એ બ્રહ્મ વાક્યને સામાન્ય લોકો સુધી પહોંચતું કરવામાં સફળ રહ્યા ને બાકીનું કામ એના પરથી બનેલી ફિલ્મ 'રેવા' એ કર્યું. 'રેવા' રિલીઝ થયા પછી 'તત્વમસિ' ઘરે ઘરે વંચાઈ.
નવલકથામાં એ બ્રહ્મનો પડઘો ઝીલાયો છે. મોટા વેદ કે પુરાણોની વાત કદાચ ગળે ના ઉતરે પરંતુ એકદમ સહજ શબ્દોમાં આ નવલકથાના શબ્દો આપણેને કોઈ અલગ, અદમ્ય અને પવિત્ર વાતાવરણની અને ખાસ તો અંદર રહેલા માંહ્યલાની અનુભૂતિ કરાવે છે. ફિલ્મમાં પણ પણ આ જ વાત દર્શાવવામાં આવી છે પણ થોડા ફેરફારો સાથે!
Undoubtedly, the movie Reva provides the aesthetic delight to the audience. I got more aesthetic delight while i was reading the text though movie is excellent.
The most popular Gujarati writer Dhruv Bhatt doesn't give truth in totality but gives grains of truth in his philosophical text - Ttavamasi. No doubt, any literature is the reflection of the age and the society. The same way , this text is also the reflection of different group of age and different beliefs, too. Writer and producesr put two totally different forms of human beings infront of us.
Text and movie dealt with journey, the quest of inner journey! Everybody is in quest of something. All have their own roots and rituals in different forms of beliefs.
The most effective and important part of the movie is the narrative technique. Here, i would like to use the term 'Dues ex machine' for the narration of the movie to convey the message. The film is directed by Rahul Bhole and Vinit Kanojia.
Star casts are:
Chetan Dhanani
Monal Gajjar
Yateen Karyekar
Muni Jha
Daya Shankar Pandey
Abhinay Banker
Monal Gajjar
Yateen Karyekar
Muni Jha
Daya Shankar Pandey
Abhinay Banker
Although movie is faithful to novel
readers find some differences.
readers find some differences.
- The beginning of the text & movie is similar (લે ખાઈ લે)
- In text there is unnamed narrator and in movie there is First person narrator - Karan
- An experience of the existence of Reva in both
ભારતીય સાહિત્યના ઇતિહાસમાં આપણે જોઈ શકીએ છીએ કે કુદરતના તત્વો આપણી સમક્ષ પાત્રો બની ઉભા રહી જાય છે. એવું લાગ્યા કરે કે કયારેય એ આપણાથી અળગા થયા જ નથી. As Wordsworth gives the bird and flower, the wind and the tree and the river, just as they are, and is content to let them speak their own message. It also happen here. Nothing bothers anyone to believe in. લેખકના પાત્રો તો એટલા રિયલ લાગે કે જાણે આપણી સાથે વાતો કરતા હોય! બોલતા હોય! 'સિદ્ધાર્થ' માં વાસુદેવ જેમ નદી સાથે વાતો કરી શકે છે એમ જ! રેવા પણ અહીં એક પાત્ર બનીને આપણી સાથે સતત ચાલતી રહે છે પ્રારંભ થી અંત સુધી એના કેટ-કેટલાય સ્વરૂપો સાથે.
એના પાત્રો હ્દયમાં રમતા પાત્રો છે. એ પાત્રોના મુખમાં રમતા શબ્દો વર્ષોથી ચાલી આવતી આ સંસ્કૃતિ, પરંપરા તો ખરી જ પરંતુ જીવન ને ટકાવી રાખવાની અને જીવી જવાની ફિલસૂફી માંથી જન્મેલા છે. એકબાજુ શિક્ષિત વર્ગ છે જે ધર્મમાં કે બીજા કશામાં વિશ્વાસ ધરાવતો નથી. તો બીજી બાજુ એક અબુધ ગણાતી નિરક્ષર પ્રજાના લોહીમાં વસ્તુ, વ્યક્તિ કે ઘટના પ્રત્યે જે સમજણ, જે શ્રદ્ધા, ને જે વિશ્વાસ હ્દયના કોઈ ખૂણામાં ઊભરાઈ છે એ સાવ ભિન્ન તત્વ છે.
નવાઈની વાત છે નહીં! કે 25 વર્ષનો કોઈ યુવાન અમેરિકાથી દાદાની સંપત્તિ લેવા અહીં સુધી લાંબો થાય ને પછી એ આ જ ધરતી પર રોકાય જાય. એ પણ રેવાની સેવા માટે! એ વિશ્વમાં ક્યાંય નહીં પણ આ ભારતની ભૂમિ પર જ શક્ય છે.
ફિલ્મમાં કરણ આપણી સમક્ષ બધી જ પરંપરા, ધર્મ ને રિવાજો ને આ સાવ વાહિયાત ગણી એ વાતોનો વિરોધ કરવા ઉભો રહી જાય છે. ભારતની ભૂમિએ ક્યારેય કોઈના પર કશું થોપ્યું નથી. સદીયોથી ચાલી આવતી પરંપરાને પણ ચકાસીને યોગ્ય રીતે તપાસીને જ અનુસરવા માટેની સમજ આ ભૂમિના તત્વો આપે છે.
To ask and to examineની સ્વંત્રતા આ ભૂમિ એ શરૂઆતથી આપી છે. મહાજ્ઞાનીઓએ પણ કહ્યું છે, 'જાણો ને પછી જ માનો!' આ કંઈ જેવી તેવી સિદ્ધિ નથી. સમગ્ર રેવાખંડ કશામાં માનવાની સ્વંત્રતા અર્પે છે.
ફિલ્મમાં મા રેવાને સાડી ઓઢાડીને નર્મદાનું સન્માન કરતાં લોકો, નદીને મનુષ્ય તરીકે પૂજતા લોકો જ પુરીયા જેવી સ્ત્રીને જીવતી સળગાવવા માટે તૈયાર થઇ જાય!
રેવા ચમત્કાર નથી કરતી. મા રેવા અંદરના અહમને ઓગાળી નાખે છે. એક નવી સમજણ આપે છે.
રેવા ચમત્કાર નથી કરતી. મા રેવા અંદરના અહમને ઓગાળી નાખે છે. એક નવી સમજણ આપે છે.
શ્રદ્ધા જીવાડે છે. Reva is in form of human being as little girl to save person who does the Prikrmma. The most important thing is to believe in something. Believe what you believe. (Dues ex machine)
લે ખાઈ લે!
લે ખાઈ લે!
આ દેશ લોકોની શ્રદ્ધા પર ટકેલો દેશ છે. નદી રક્ષા કરે એ વાત જ કેવી વિચિત્ર છે. ને છતાં પણ આસ્થા ને શ્રધ્ધા સામે બધા શબ્દો નિરર્થક છે. "નદી રક્ષા કરે કે ડુબાડે? એ તો જેવી જેની શ્રધ્ધા બેટા !"
લીલાં, ઘેઘુર વનો વચ્ચે ખીણમાં ચાંદીના દોર જેવીધારા જોઈ ગુપ્તાજીએ તે તરફ હાથ જોડ્યા અનેબોલ્યાં: 'નર્મદે હર '.'આ નર્મદા છે ?' મેં સહસાપૂછ્યું , નર્મદા અહીં આટલે દૂર સુધી ! ' મારાઆશ્ર્ચર્યની અવધિ આવી ગઈ. 'ઓહી તો હે'.ગુપ્તાજીએ કહ્યું ' ઈહાઁ તો સબ કુછ નર્મદા જ હે.'
શાસ્ત્રી કાકા આ દેશના ટકી રહેવાનું કારણ જણાવે છે કે આ દેશ ધર્મ પર નહીં અધ્યાત્મ પર ટક્યો છે. ધર્મમાં સમય અનુસાર પરિવર્તન લાવવું શક્ય છે. આ દેશની પ્રજાને વૈજ્ઞાનિક કારણોથી નહીં સમજાવી શકાય પણ ધર્મને આગળ રાખી એનું આચરણ કરાવી શકાય. શાસ્ત્રી જેવા ભણેલા અને વિદ્વાન પંડિત પણ આ સમુદાયને ઓળખે છે. તેઓ કહે છે કદાચ આ આકરી મેહનત કરનારી પ્રજાને કારણો સરળતાથી સમજાવી શકાય નહીં ને માટે જ તેઓ ધર્મમાં શ્રદ્ધા રાખે છે. 'ધર્મમાં નહીં હોય તો ચાલશે પણ શ્રદ્ધા હોવી જરૂરી છે.'
જેણે આ દેશને, આ સાંસ્કૃતિને જીવતી રાખી છેતેમણે ધર્મને જીવનનો પાયો નથી ગણ્યો.' રોજ ટીલા ટપકાં કરતો બ્રાહ્મણ એમ બોલે છે તે હું માનીન શક્યો. ઋષિઓએ જો ધર્મને જ જીવન સાથેજોડ્યો હોત તો આપણે આપણા પોતાના જ ધર્મમાંઆટ આટલા સંપ્રદાયો ઉભા થવા દેત ? કહી નેશાસ્ત્રી અટક્યા તું વિચાર,કઈ તાકાત પર આ પ્રજાતેત્રીસ કરોડ દેવતાને સાચવતીઆવી હશે? (Text)
'પરિક્રમાની સેવા કરવાની છે, પરિક્રમાવાસીની નહીં'.આખો રેવાખંડ જે કરી શકે , અર્ધા ભૂખ્યા રહેતાઆદિવાસીઓ પણ કરી શકે તે કામ આપણાથી નઈ થાય ?'
લોકોની સેવા કરતી સુપ્રિયા, સાવ અબુધ ગણાતા પણ એન્જિનયર તરીકે કામ કરતા બિતુબંગા, શ્રદ્ધા રાખીને ઉપાય શોધતા શાસ્ત્રી કાકા, આશ્રમનું કામ સંભાળતા ગુપ્તાજી, લોકોનું જીવન બચાવવા જીવન અર્પણ કરનાર સુપ્રિયાની મા વનિતા, ગંડુ ફકીર ને સતત ખળખળ વહેતી મા નર્મદા. નર્મદે હર! આ બધાનું હોવું એ જ એ એની સિદ્ધિ છે, કશું બનવા કરતા!
Civilization નો સંબંધ બહારની બાબતો સાથેછે, જયારે સંસ્કારનો સંબંધ અંદરના અજવાળાસાથે છે. કયારેક એવું પણ બને ,કે સભ્યતા વિકાસપામતી જણાય તોય સંસ્કારમાં ઓટ આવે. Cultural elements connect to Nature. Both is necessary so it must be sustained together. To do service of 'Parikrma' to save the Nature. People are ready to do the service of it.
થોડી જ પળોમાં મને એ પણ સમજાવા માંડ્યું કેવરસતા વરસાદ માં ઉઘાડા શરીરે સતત નીચા નમીનેચપચપ ડાંગર રોપ્યે જતા માનવીની વેદના શી ચીજછે. હું માત્ર આનંદ માટે આ કામ કરી રહ્યો છું. બરડોજાણે તૂટી પડશે એવું મને લાગ્યું.ગમે ત્યારે અધૂરુંમૂકીને બહાર નીકળી જઇ શકાય; પરંતુ જેઓનેમુઠી ધાન માટે આ કામ કરતા જ રેહવું પડે છે તેનીવેદના કેટલી અસહ્ય બનતી હશે, તેની કલ્પનાથથરાવી મૂકે છે.
પરિક્રમાવાસીને લૂંટી એમનાં વસ્ત્રો પણ ઉતારી લો.ભૂખ્યો તરસ્યો , જીવવા માટે હવાતીયા મારતોવસ્ત્રહિન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશેત્યારે એના અહમના ચુરેચૂરા થઇ ગયા હશે.સંન્યાસશું છે ? ત્યાગ શું છે? જ્ઞાન શું છે ? આવા તમામ પ્રશ્નોના જવાબ તેને મળી ગયા હશે.
'છે માત્ર જળપ્રવાહનો રમીનાદ. ઝાડીઓ આરપારવહેતા પવનનો મંદ મધુર સ્વર. જનહીન એકાંત અનેગોળ ભૂખરા -સફેદ પથ્થરોથી છવાયેલો મારો પંથ.'
રેવા મળે છે કે નહીં એ પ્રશ્નનો જવાબ બીજાને આપવો સહેલો નથી. હા, પણ એ અનુભૂતિ ચોક્ક્સ હોઈ શકે. તમે એને experience ના કહી શકો. પણ, હા માણસ
પરિક્રમા કર્યા પછી કોઈ એવોને એવો રહેતો નથી એ તો ચોક્કસ છે. એ પરિકર્મમાં જીવનના બધા જ રંગો મનુષ્યને જાણવા મળે છે. કશુંક અંદર ઉગે છે ને ધીમે ધીમે વિકસે છે.
પરિક્રમા કર્યા પછી કોઈ એવોને એવો રહેતો નથી એ તો ચોક્કસ છે. એ પરિકર્મમાં જીવનના બધા જ રંગો મનુષ્યને જાણવા મળે છે. કશુંક અંદર ઉગે છે ને ધીમે ધીમે વિકસે છે.
Very good description of movie in both languages Gujrati and English and also well description of belief of Indian people and culture of India. The most important thing is the concept of the river "Reva".very well knitted.
ReplyDelete