બોટાદ નગરપાલીકા તથા જૈન જાગૃતિ સેન્ટર - બોટાદના
સંયુક્ત ઉપક્રમે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી વિચારસરણીના પ્રચાર- પસાર થકી સ્વસ્છ ભારત નિર્માણ અર્થે નાટ્ય શો -
ભારત ભાગ્ય વિધાતા
Artistically, the play is excellent. The play written by Prakash Kapdiya and directed by Rajesh Joshi. The set is well arranged with absolute background. In the play, there are more than 30 charcters.
Though whole play is based on Gandhiji's life it gives the eye catching influence of Shree Ramchmadra's values on Gandhiji's life and events.
The flashback technique is used in the play. Audience can see all different three Gandhi at a time. First it seems just like interior monologue. Gandhiji believes firmly in truth and Non-Violence after meeting Shrimad Rajchndra.
Humans are always in quest to find something. Evrything is not true even fact cannot be denied. But the journey through which Gandhiji has passed that is more important to became great Man! This play is about though process, about conceptualization or about ideology. How to live, how to make path, what to do.
Many scenes are excellently performed and gives thrills but also some of them are just passed. Story of Kasturba and Gandhi is well described about their life.
દસ વર્ષના મોહનદાસ કરમચંદ ગાંધી થી લઈને મહાત્મા ને પછી રાષ્ટ્રપિતા સુધીની સફર દર્શાવતું નાટક એટલે 'ભારત ભાગ્ય વિધતા'. ગાંધીજીના આઝાદી પછીના ભારતની પરિકલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ દર્શાવતું નાટક એટલે 'ભારત ભાગ્ય વિધાતા'.
મોહન, બાપુ ને મહાત્મા....
મોહન, બાપુ ને મહાત્મા....
આમ તો ગાંધીજીનું જીવન જ એક ઘટના છે તેમછતાં ગાંધીજીના જીવનની ખુબ જ મહત્વની ઘટનાઓને એમાં બખૂબી આવરી લેવાયી છે. જેમ કે,
- શાળામાં શિક્ષકે kettle નો સ્પેલિંગ કોપી કરવાનું કહ્યું ને છતાં સત્ય પ્રત્યેની નિષ્ઠા
- 1894 દરમિયાન 24 વર્ષની ઉંમરે કરેલો આફ્રિકાનો પ્રવાસ ને એ દરમિયાન થયેલો રંગભેદનો માઠો અનુભવ
- ફર્સ્ટ ક્લાસ ટિકિટ હોવાછતાં મુસાફરી વખતે થયેલું અપમાન
- શ્રીમદ રાજચંદ્રની એમના જીવનમાં અસર
- શ્રી ગોપાલકૃષ્ણ ગોખલેના વચનથી પ્રેરાયને ભારત ભ્રમણ
- વિદેશી વસ્તુઓનો બહિષ્કાર ને ચરખાનો પ્રચાર
બાપુ ભારતને એક જોવા માંગતા હતા પરંતુ દેશના બે ભાગ પડ્યા એ દુવિધા એનો ડંખ એમને છેલ્લી ક્ષણ સુધી રહ્યો. અને બાપુ કહે છે કે 'દુવિધા એ જ જિંદગીભર સાથ આપ્યો છે.'
બધું જ ગુમાવ્યા પછી પણ જો આત્મવિશ્વાસ છે ત્યાં સુધી કોઈ હરાવી શકતું નથી.આઝાદીની લડતમાં માત્ર અપમાન ને ઠોકરો જ છે એ જાણવા છતાં એ રાહમાં દ્રઢ નિશ્ચય સાથે નીકળી પડેલા એક બેરીસ્ટર માંથી બાપુ સુધીની યાત્રા છે ભારત ભાગ્ય વિધાતા.
સત્ય શું છે? સત્ય ઈશ્વર છે. સત્ય ખુબ જ સરસ છે.
જે બોલો એ કરો કરી બતાવો. સત્યની પાછળ કયું સત્ય છે એ પણ જાણવું પડે.
જે બોલો એ કરો કરી બતાવો. સત્યની પાછળ કયું સત્ય છે એ પણ જાણવું પડે.
ગાંધીજીને મહાત્મા બનવા સુધીની સફરમાં એમની આંતરિક ચેતનાનો ફાળો બહુ મોટો રહ્યો છે. તેઓ શ્રી શ્રીમદ રાજચંદ્રજી ને પોતાના આધ્યત્મિક માર્ગદર્શક માને છે. અને એમના જીવનના ચાર મૂલ્યોનું ગાંધીજીએ આજીવન આચરણ કર્યું. સઁધર્ષના પથ પર સહનશીલતા અનિવાર્ય છે. ક્રોધએ એ આપણા વિચારોની વૃત્તિમાં ભળેલું ઝેર છે.
ગાંધીજી ટોલ્સટોય, જોન રસ્કિન અને શ્રીમદ રાજચંદ્રથી ખુબ જ પ્રભાવિત થયા. કવિ ને અધ્યાત્મ માર્ગના માર્ગદર્શક એવા શ્રીમદ રાજચંદ્રના સાનિધ્યનો લાભ તેઓને 1891- 93 દરમિયામ સમયાંતરે મળતો રહ્યો શ્રી રાયચંદના 'શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર' થી જીવનને નવી દિશા મળી.
બ્રિટિશરો લોકોનું મૂલ્યાંકન ત્વચાના રંગ આધારે કરે છે ગુણોના આધારે નહીં! કેવું અમાનવીય કૃત્ય! આ અમાનવીય ઘટના સામે કંઈ રીતે લડી શકાય? આ અત્યાચારો હવે સહન નહીં કરી શકાય પણ ' બિલાડીના ગળે ઘંટડી બાંધશે કોણ' એમાંથી લોકોને કંઈ રીતે ઉગારી શકાય એનો જવાજ માત્ર એમના ત્રણ મૂલ્યોમાં રહેલો છે એ આ નાટક સુવિદિત કરે છે. આઝાદીની લડત માટે ગાંધીજીએ ઉપયોગ કરેલા હથિયાર છે સત્ય, અહિંસા ને એકતા.
વિરોધ કરવાની પણ એક પદ્ધતિ હોય છે. ક્રોધ કે હિંસાથી નહીં પણ વિરોધ કરવાનો છે હિંસાથી. આત્માની શક્તિને ઓળખો.આત્મા જ પરમાત્મા છે. જે તમને મહાન કાર્ય તરફ આગળ દોરી જાય છે. લોક કલ્યાણ માટે ગાંધીજી સજ્જ થાય છે ને મૂલ્યોને જીવનના પાયા ગણાવે છે. સત્ય ક્યારેય હારતું નથી.
ધીમે ધીમે તણખા માંથી ઉભી થયેલી આગ ધીમે ધીમે એક મશાલ બનીને સળગતી ચોમેર સળગતી રહીને લોકો એમાં જોડાતાં ગયા. બાપુએ આ અહિંસક વિચારધારાને નામ આપ્યું સત્યાગ્રહ.
હિન્દુસ્તાન અંગ્રેજ સરકારથી ત્રસ્ત છે એનાથી વધુ હિન્દુસ્તાનની પ્રજા પીડાય છે એની માનસિકતાથી એ બાપુએ એમના ભારત ભ્રમણના પ્રવાસ દરમિયાન જોયું. ક્યાંક કોઈ ગરીબીમાં સબડી રહ્યું છે તો ક્યાંક કોઈ અન્ન માટે દીકરીને વહેંચી રહ્યું છે તો ક્યાંક જુવાની નશામાં વેડફાય રહી છે તો હજુ લોકો છુત - અછૂત ને આભડછેટની માંથી બહાર નથી આવ્યા. આ હિન્દુસ્તાનને હજુ આઝાદ થવામાં બહુ વાર લાગશે.
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને 'મહાત્માનું' બિરુદ આપ્યું. સુભાષ ચન્દ્ર બોઝે બાપુને 'રાષ્ટ્રીપિતા' નું બિરુદ
આપ્યું. એ વિશ્વ યુદ્ધનો સમયગાળો ને આવી પડેલી વિપત્તિઓ. આઝાદ ભારતનું સ્વપ્ન એ ગાંધીજી માટે માત્ર અહિંસક સત્યાગ્રહ જ નહીં એક ધર્મયુદ્ધ હતું મહાયજ્ઞ હતો. જેટલી સાદગી અને સહજતાથી જીવન જીવશો એટલું સરળ છે જીવન.
આપ્યું. એ વિશ્વ યુદ્ધનો સમયગાળો ને આવી પડેલી વિપત્તિઓ. આઝાદ ભારતનું સ્વપ્ન એ ગાંધીજી માટે માત્ર અહિંસક સત્યાગ્રહ જ નહીં એક ધર્મયુદ્ધ હતું મહાયજ્ઞ હતો. જેટલી સાદગી અને સહજતાથી જીવન જીવશો એટલું સરળ છે જીવન.
ચરખો એ લડતમાં શસ્ત્ર બન્યું. સ્વદેશી અભિયાન બન્યું.ચરખો એ ક્રાંતિ નું નામ છે. વિચારોનું વિશ્વ છે. પૂર્ણ સ્વરાજમાં ચરખાનો અનન્ય ફાળો છે. કોઈપણ વ્યક્તિને નમામવવા માટે એને સ્પર્શ કરવો જરૂરી નથી.
આઝાદ ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
સરદાર પટેલ, રાષ્ટ્રપિતા ગાંધીજી અને ઝીણા વચ્ચે ચાલેલી વટાઘાટોનો કોઈ નિચોડ આવ્યો નહીં. ને છેલ્લે ગાંધીજી એ કહ્યું, "તમે જમી પણ લેશો તો પણ ઓડકાર નહીં ખાઈ શકો ઝીણા '
ભૌગોલિક વિસ્તારથી અપરિચિત લોર્ડ માઉન્ટ બેટને હિન્દુસ્તાનના નકશામાં રેખા ખેંચીન અંખડ હિન્દુસ્તાનના બે ભાગ પડ્યા. ભારત ને પાકિસ્તાન. એક તરફ સ્વરાજનો આનંદ હતો તો બીજી તરફ હિન્દુસ્તાનના ભાગલાની વેદના.
સરદાર પટેલ, રાષ્ટ્રપિતા ગાંધીજી અને ઝીણા વચ્ચે ચાલેલી વટાઘાટોનો કોઈ નિચોડ આવ્યો નહીં. ને છેલ્લે ગાંધીજી એ કહ્યું, "તમે જમી પણ લેશો તો પણ ઓડકાર નહીં ખાઈ શકો ઝીણા '
ભૌગોલિક વિસ્તારથી અપરિચિત લોર્ડ માઉન્ટ બેટને હિન્દુસ્તાનના નકશામાં રેખા ખેંચીન અંખડ હિન્દુસ્તાનના બે ભાગ પડ્યા. ભારત ને પાકિસ્તાન. એક તરફ સ્વરાજનો આનંદ હતો તો બીજી તરફ હિન્દુસ્તાનના ભાગલાની વેદના.
આઝાદી પછીના હિન્દુસ્તાનની કલ્પના મહેકથી છલોછલ ફૂલોના બાગની હતી. હિંદુ-મુસ્લિમ એકતાની હતી. એક સુરાજની કલ્પના હતી જે સ્વ-રાજની લડતમાં ક્યાંક નાશ પામી. એક શ્રેષ્ઠ દેશના બદલે આપણને મળ્યા બે ટુકડાઓમાં વિભાજીત થયેલા દેશો - ભારત ને પાકિસ્તાન.
સાથો સાથ કોમી હુલ્લડો, ગુલાલની જેમ હવામાં ઉડતું લોહી. આક્રન્દ કરતા બાળકો, જીરવી ના શકાય એટલું દુઃખ, વેદનાથી પીડાતા લોકો. જીવનમાં હંમેશા દુવિધા રહી છે નીતિ ને રાજનીતિ વચ્ચે..
સાથો સાથ કોમી હુલ્લડો, ગુલાલની જેમ હવામાં ઉડતું લોહી. આક્રન્દ કરતા બાળકો, જીરવી ના શકાય એટલું દુઃખ, વેદનાથી પીડાતા લોકો. જીવનમાં હંમેશા દુવિધા રહી છે નીતિ ને રાજનીતિ વચ્ચે..
ગાંધીજી હજુ છે આપણી આસપાસ વિચારધારા સ્વરૂપે. સત્ય રૂપે અવાજમાં પડઘાય છે. ગુલામોની સ્વંત્રતામાં એ શ્વાસ લે છે. સ્વદેશી વસ્તુના ઉપયોગથી એમના ચેહરા પર સ્મિત રહે છે. સ્વચ્છ ભારતની શૈલીમાં ગાંધીજી હજુ જીવંત છે ને આવનારી સદીઓમાં જીવંત રહશે.
Comments
Post a Comment