Skip to main content

Posts

Showing posts from December, 2016

સંવેદના V/S Emoji

સંવેદના V/S Emoji ઘણા સમય થી લખેલ છતાં post નહીં કરેલ હવે 'ચિંતનની પળે' column ના reference સાથે એના જ થોડા ઉછીના શબ્દો સાથે ફરી લખું છું. શું આપણે આપણાં જ જીવનમાં જીવતા હોઈએ છીએ ખરા? ચહેરા પર સ્મિત રેલાવતા, સતત દોડતા આપણે આપણાંમાં જ હાજર નથી હોતા ! આપણે પોતે જ ખોવાય ગયા છીએ. જો ભૂલા પડ્યા હોય તો રસ્તો પણ શોધી શકાય ! આતો, જાતે ખોવાયા છીએ તો બીજા માં તો ક્યાંથી મળવાના ! જાત સાથે  માણવાની કેટલીક ઉમદા પળોને આપણે ભુલી ગયા છીએ. ને પછી આપણે જ આપણાથી અકળાઈ જઈએ, આપણે જ નક્કી નથી કરી શકતા કે આપણને શું જોઇએ છે ? ઘણીવાર એવું થાય કે અહીં થી દૂર ભાગી જઈએ પણ ક્યાં ?? એ  પ્રશ્નોનાં જવાબે હજુ ઘણું બધું ટકાવી રાખ્યું છે. કયારેય વેદનાને સાંત્વન આપ્યું છે ? પોતાના જ અસ્તિત્વને માણી શકાયું છે? આપણે જે નથી એ દંભનો ચહેરો છોડી શક્યા છીએ ?  પસાર થયા પછી પગલાંની છાપને ઉભરાતી જોવા પાછા ફરી શક્યા છીએ ? આપણે જીવંત છીએ કે નહીં એ જોવા જાતને  ઢંઢોળી રહ્યા છીએ ? કદાચ, આ તમામ સવાલોના જવાબો 'ના' છે..... મારે મને જીવંત રાખવાની છે, મારી image ને નહીં. મારે હ્રદયને સંવેદનાથી ભરપૂર રાખવાનું છે