Skip to main content

Posts

Showing posts from June, 2019

ભારત ભાગ્ય વિધાતા

બોટાદ નગરપાલીકા તથા જૈન જાગૃતિ સેન્ટર - બોટાદના                                સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી વિચારસરણીના પ્રચાર- પસાર થકી સ્વસ્છ ભારત નિર્માણ અર્થે નાટ્ય શો -                                                  ભારત ભાગ્ય વિધાતા Artistically, the play is excellent. The play written by  Prakash Kapdiya and directed by Rajesh Joshi. The set is well arranged with absolute background. In the play, there are more than 30 charcters. Though whole play is based on Gandhiji's life it gives the eye catching influence of Shree Ramchmadra's values on Gandhiji's life and events. The flashback technique is used in the play. Audience can see all different three Gandhi at a time. First it seems just like interior monologue. Gandhiji believes firmly in truth and Non-Violence after meeting Shrimad Rajchndra. Humans are always in quest to find something. Evrything is not true even fact cannot be denied

Reva

                                   રેવા  ભારતીય સંસ્કૃતિના બ્રહ્મ વાક્યોમાંનું એક બ્રહ્મ વાક્ય એટલે 'તત્વમસિ'.ગુજરાતી સાહિત્યની એક ધરોહર સમી નવલકથા  એટલે તત્વમસિ. ધ્રુવ ભટ્ટ એ બ્રહ્મ વાક્યને  સામાન્ય લોકો સુધી પહોંચતું કરવામાં સફળ રહ્યા ને બાકીનું કામ એના પરથી બનેલી ફિલ્મ 'રેવા' એ કર્યું. 'રેવા' રિલીઝ થયા પછી 'તત્વમસિ' ઘરે ઘરે વંચાઈ. નવલકથામાં એ બ્રહ્મનો પડઘો ઝીલાયો છે. મોટા વેદ કે પુરાણોની વાત કદાચ ગળે ના ઉતરે પરંતુ એકદમ સહજ શબ્દોમાં આ નવલકથાના શબ્દો આપણેને કોઈ અલગ, અદમ્ય અને પવિત્ર વાતાવરણની અને ખાસ તો અંદર રહેલા માંહ્યલાની અનુભૂતિ કરાવે છે. ફિલ્મમાં પણ પણ આ જ વાત દર્શાવવામાં આવી છે પણ થોડા ફેરફારો સાથે! Undoubtedly, the movie  Reva provides the aesthetic delight to the audience. I got more aesthetic delight while i was  reading the text though movie is excellent. The most popular Gujarati writer Dhruv Bhatt doesn't give truth in totality but gives grains of truth in his philosophical  text - Ttavamasi.  No doubt, any literat

ગેરહાજરીની હાજરી!

ગેરહાજરીની હાજરી!  સ્મરણ છે નયન છલકાવી જાય ગમે ત્યારે  સ્મરણ છે હૈયું સળગાવી જાય ગમે ત્યારે  ભૂમિ જોશી  માણસ વ્યક્તિ, સ્થળ, કાળ, અને વસ્તુ સાથે બધાંય છે. સ્થળ, કાળ, વસ્તુ બધું જ વ્યક્તિથી જીવંત લાગે છે. ક્યારેક આંસુઓ ઉભરાતા નથી એ હ્દયને ચીરી નાખે છે.   છત્રી ચોક, એમ તો બોટાદનો ધમધમતો વિસ્તાર. માર્કેટમાં જવા માટેનું સેન્ટર પણ. દુકાનો, ટ્રાફિક અને ફેરિયાઓના ઘોંઘાટથી છલકાતું સામ્રાજ્ય એટલે ટાવર રોડ. છત્રીચોકની સામે માર્કેટની અંદર દાખલ થવા માટેની ગલી. એ ગલીના નાકે પાંચ થી છ પગથિયાં ચડો એટલે એક દુકાન. દુકાન માત્ર દુકાન નથી હોતી. એ ધબકતી હોય છે શ્વાસમાં, માણસમાં.  કેટલીય વાર એ ભીડભાડ વાળા રસ્તેથી પસાર થવાનું બન્યું છે. રસ્તાઓ હંમેશા એક સરખી ઊર્જા પ્રદાન નથી કરતા. અમુક રસ્તાઓ પર ચાલવાનું હોય છે, મ્હાલવાનું હોય છે. અમુક રસ્તા પર દોડવાનું હોય છે. તો અમુક રસ્તા પરથી બહુ ઝપડથી પુરપાટ પસાર થઈ જવાનું હોય છે અથવા તો થઇ જવું પડે છે. ક્ષણ કે સ્થિતિ સંભાળવી શક્ય ન હોય ત્યારે એવું બને! જીવાય ગયેલી ક્ષણ કરતાં જીવવાની ક્ષણમાં બધું જીરવવું પડે એવું લાગે ત્યારે એવું બને! જે સ્થળને જીવંત અને ધબકતુ

પિંજરની આરપાર

                    પિંજરની આરપાર                             ~ માધવ રામાનુજ રૂબિન ડેવિડ -  નામ તો સૂના હી હોગા! પ્રાણીઓના પિતામહ. છેલ્લા કેટલા દિવસથી મનમાં સતત ઘૂંટાતું રહ્યું છે એ નામ એટલે - રૂબિન ડેવિડ. કોઈ પશુ-પક્ષીને જોતા તરત જ જેનું સ્મરણ થઇ આવે એ નામ એટલે રૂબિન ડેવિડ. અમદાવાદનું ને ગુજરાતની શાન ગણાતું કાંકરિયા તળાવના નિર્માણના જનેતા એટલે રૂબિન ડેવિડ. આ પેહલા કેટલીય વાર કાંકરિયા તળાવની મુલાકાત લીધેલી પરંતુ લાગે છે કે રૂબિન ડેવિડને જાણ્યા પછી હવેની મુલાકાતમાં ક્ષણે-ક્ષણે એમની હાજરીનો ભાસ થશે.  એક એક પાંજરાથી લઈને એક એક ડાળીમાં એમણે લીધેલા શ્વાસની હવા હશે. ઇતિહાસના રેખાચિત્રમાં હકિકતને દુષિત કર્યા વિના કલ્પનાના રંગમાં બોળી-બોળીને શબ્દોની પીંછીથી ઓળખેલું મેઘધનુષી જીવનચરિત્ર હોય એવી જીવનકથા એટલે ......પિંજરની આરપાર. સમગ્ર પણે જોતા એવું લાગે કે 'એક માણસ એક જિંદગીમાં આટલું બધું કંઈ રીતે કરી શકે!' આટલું બધું એકસાથે કેવી રીતે જીવી શકે! હા, મારે વાત કરવી છે રૂબિન ડેવિડ વિશે. એમણે જીવેલી પ્રત્યેક પળ વિશે. વાત કરવી છે, એક આકંઠ છલકતા માણસની છલોછલ છલકાતી એકલતા વિશે! શિકારી