Skip to main content

Posts

Showing posts from December, 2017

અહેસાસ

                          અહેસાસ હાથમાંથી રમકડું  છીનવાતું  હોત તો રો-કકળ કરીને પણ કદાચ પાછું મેળવી શકાત ! પણ આજે લંબાવેલો હાથ, હ્રદયની ભીનાશ, આંખોના આંસુ, લોકોની ભીડ, કે કોઈના  શબ્દો એને નહીં રોકી શકે ! કારણ હવે એ સર્વત્ર છે. એના હોવાનો એહસાસ છે. તે છતાં એ ક્યાંય નથી ! ભૂમિ જોશી

અતરાપી

                                                                 અતરાપી                                                                                        ધ્રુવ ભટ્ટ   માનવ જીવન અને આસપાસના  તાણાવાણાથી ગુંથાયેલી અને સંબંધોના મોહપાસના બંધનમાંથી મુક્ત કરતી કથા. સારમેય કશુંય શીખ્યો ન હોવાછતાં એ અગાથને જાણી ચુક્યો છે ને કૌલેયક જ્ઞાનની ચરમસીમાએ પહોંચવા છતાં એને એ અવસ્થા પ્રાપ્ત થઇ શકી નહોતી. સતત કશુંક બનવાની લાહ્યમાં એ કદાચ કશું જ બની શક્યો નહતો. ને સારમેય એ કશું જ ન હોવાછતાં સર્વત્ર હતો. સારમેય ક્યારેય ઉત્તમ શ્વાન બનવાની હોડમાં દોડયો જ નથી. એણે માત્ર એના અસ્તિત્વમાં જીવ્યો છે. કૌલેયકના મતે, 'જાતવન શ્વાન બનવું કંઈ સહેલું નથી. તે માટે કેટલુંય ત્યાગવું પડે છે.' માણસ અવિરત પણે બંધાતો જાય છે એણે જ રચેલા ચક્રવૃહમાં.  જે થાય છે એનો સહર્ષ સ્વીકાર કરવો જોઈએ. આપણે જે હોઈએ તે જ થવા માટે બીજા પાસે કઇ શીખવું શા માટે પડે ? અને કોઇના શીખવવાથી પણ આવડી જાય તેવું હોતું પણ નથી. આપણે સતત કંઈ પામવાની હોડમાં કેટકેલુંય નેવે મૂકીને ચલતા હોઈએ છીએ અથવા તો એ આપણી આદત બની ગઈ હોય છે, જેમ રોટલા

લાગણી

લાગણી મારો  જ અધિકાર હોયને ! એમ સમજીને, બહુ સાચવીને સંઘરી રાખેલી પણ હવે મને જ ક્યાંય પાછી મળતી નથી એ લાગણીઓ !! ભૂમિ જોશી