Skip to main content

Posts

Showing posts from September, 2017

વિલીનીકરણ

વિલીનીકરણ આજ  પહેલીવાર એના  પગ ના  ખચકાયા.  આટલા બધા  માણસોની  વચ્ચેથી  પણ  એ જતી રહી,  સ્વમાન ભેર . એના સ્વમાનને  ઠેસ પહોંચાડીને ! હા,  યાદ  છે  એકવાર કહેલું  કે  'ચાલી જા અહીંથી'  ને  છતાં એ રોકાય  ગયેલી. કોના માટે ?  દીવાલોના સૂકા દેહમાં પ્રાણ પુરવા માટે. એના માળા ફરતે  કોઈ ભરડો  ન લઈ  જાય એ  માટે . એના  ઘરના રસોડાનું સંગીત શૂન્ય  ન થઇ  જાય  એ  માટે. ભીનો  થયેલો ટુવાલ  બેડશીટ પર જ  પડ્યો ન  રહે  એ માટે . ને  આજે  કરગરીને ચોધાર  આંસુડે  ગળે બાજી ગયેલા ડુમા સાથે  એ સાદ  પાડે છે "રોકાય જા  મારા માટે " ! તો પણ  એ  હવે  વિલીન  થઈ  જશે  માટીમાં  માટી  બની ! Bhumi Joshi 

Life goes on

‌ ગઈકાલે રાત્રે જ કવિ શ્રી રઈશ મણિયારનો એક સરસ શેર સાંભળ્યો. હજી પણ એના પડઘા હદયમાં કેટલાય વિચારો સાથે પડ્યા કરે છે. એવું સાંભળ્યું છે કે જે સાંભળીએ, જે વિચારીએ ત્યારે જે દ્રશ્યો સ્મૃતિપટ પર રચાય એના આધારે એની સમજણ ગુંથાયેલી હોય છે. ને બન્યું પણ એવું જ ! રઈશ મણિયારનો એ શેર ની સાથે જ Samuel Backett 'Waiting for Godot' અને Syshphus બન્ને એકસાથે સ્મૃતિપટ પર ઉપસી  આવ્યા. હા, એ બન્નેમાંથી કોઈ અજાણ્યું નહતું સાવ અંગત લગતા મિત્રો જ છે મારી માટે. એક નાની વાતથી જેમ એ બન્ને જેમ જીવનની બહુ મોટી ફિલસુફી જણાવે છે એમ જ હસતા હસતા આ કવિ બહુ મોટી વાત કરી જાય છે ને લખે છે, "જિંદગી સમજ્યા તો જાય છે જીવ્યા વગરની, ને લોક જીવ્યે જાય છે સમજ્યા વગરની." #Existential crisis #Meaninglessness  #Existentialism # absurdity of life #Nothingness #Menace Ignorance is bliss but how far it is true ? It is not blissful moment for anybody when they know something. Two kinds of people are living in the world. First, people those who are happy. They don't have any idea or don't