Skip to main content

Posts

Showing posts from October, 2018

ફોન નંબર

                        ફોન નંબર એક ઢળતી સાંજે અગાશી પર ખુલ્લા આકાશની નીચે, આછા પથરાતાં પ્રકાશની ચારેય દિશામાં આખો દિવસના વ્યાકુળ પક્ષીઓ માળા તરફ જઈ રહ્યા હતા. મારા જ ફળિયામાં એક આસોપાલવ ત્રણમાળ વટાવીને ઊંચો અડીખમ ઉભો છે. સાંજના સમયે મોટાભાગે ત્યાં કોયલ હાજર હોય છે.  એનો  ટહુકો કાન માટે કવિતા છે. કેટલીક વાર તો મેં એ કોયલના ટહુકા માટે ટકોરા એ થતી આરતીમાં મોડું કર્યું છે. કારણ એ કોયલના ટહુકા મારે મન કોઈ ગેબી બ્રહ્મનાદથી ઉતરતા ક્યારેય નથી. આંખોમાંથી એ ડૂબતા સૂર્યનું મનોહર સૌંદર્ય  મનમાં ઉતરી રહ્યું હતું.  વિચારશૂન્યની એ અવસ્થામાં વળી ક્યાં વિચારે ઘેરી લીધી એ વિચાર આવે તે પેહલા જ મારા જમણાં હાથમાં ફોન આવી ચુક્યો હતો. કંઈ ખાસ કામ ન હતું ને છતાં પણ! વિચાર પણ કર્યો કે સાવ આમ અચાનક ફોન હાથમાં લેવાનું પ્રયોજન શું છે ? "બસ એમ જ!" હજુ વિચારું કે રોજની ટેવ વશ આ થયું હશે કે શું? હા, હાથમાં ફોન લઈને કંઈ કામ ન હોવાછતાં ફોન મચડવાની ટેવ છે ક્યારેક. ત્યાં તો આખોમાં ઝળઝળિયાં બાઝી ગયા. આગળીનું ટેરવું એ નંબર પર જઈને અટક્યુ'તું કે જેમાં હવે ઇનકમિંગ કોલ શક્ય હતા આઉટગોઇંગ નહીં. Contact l