Skip to main content

Posts

ભારત ભાગ્ય વિધાતા

બોટાદ નગરપાલીકા તથા જૈન જાગૃતિ સેન્ટર - બોટાદના                                સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી વિચારસરણીના પ્રચાર- પસાર થકી સ્વસ્છ ભારત નિર્માણ અર્થે નાટ્ય શો -                                                  ભારત ભાગ્ય વિધાતા Artistically, the play is excellent. The play written by  Prakash Kapdiya and directed by Rajesh Joshi. The set is well arranged with absolute background. In the play, there are more than 30 charcters. Though whole play is based on Gandhiji's life it gives the eye catching influence of Shree Ramchmadra's values on Gandhiji's life and events. The flashback technique is used in the play. Audience can see all different three Gandhi at a time. First it seems just like inter...

Reva

                                   રેવા  ભારતીય સંસ્કૃતિના બ્રહ્મ વાક્યોમાંનું એક બ્રહ્મ વાક્ય એટલે 'તત્વમસિ'.ગુજરાતી સાહિત્યની એક ધરોહર સમી નવલકથા  એટલે તત્વમસિ. ધ્રુવ ભટ્ટ એ બ્રહ્મ વાક્યને  સામાન્ય લોકો સુધી પહોંચતું કરવામાં સફળ રહ્યા ને બાકીનું કામ એના પરથી બનેલી ફિલ્મ 'રેવા' એ કર્યું. 'રેવા' રિલીઝ થયા પછી 'તત્વમસિ' ઘરે ઘરે વંચાઈ. નવલકથામાં એ બ્રહ્મનો પડઘો ઝીલાયો છે. મોટા વેદ કે પુરાણોની વાત કદાચ ગળે ના ઉતરે પરંતુ એકદમ સહજ શબ્દોમાં આ નવલકથાના શબ્દો આપણેને કોઈ અલગ, અદમ્ય અને પવિત્ર વાતાવરણની અને ખાસ તો અંદર રહેલા માંહ્યલાની અનુભૂતિ કરાવે છે. ફિલ્મમાં પણ પણ આ જ વાત દર્શાવવામાં આવી છે પણ થોડા ફેરફારો સાથે! Undoubtedly, the movie  Reva provides the aesthetic delight to the audience. I got more aesthetic delight while i was  reading the text though movie is excellent. The most popular Gujarati writer Dhruv Bhatt doesn't give truth in totality but gives ...

ગેરહાજરીની હાજરી!

ગેરહાજરીની હાજરી!  સ્મરણ છે નયન છલકાવી જાય ગમે ત્યારે  સ્મરણ છે હૈયું સળગાવી જાય ગમે ત્યારે  ભૂમિ જોશી  માણસ વ્યક્તિ, સ્થળ, કાળ, અને વસ્તુ સાથે બધાંય છે. સ્થળ, કાળ, વસ્તુ બધું જ વ્યક્તિથી જીવંત લાગે છે. ક્યારેક આંસુઓ ઉભરાતા નથી એ હ્દયને ચીરી નાખે છે.   છત્રી ચોક, એમ તો બોટાદનો ધમધમતો વિસ્તાર. માર્કેટમાં જવા માટેનું સેન્ટર પણ. દુકાનો, ટ્રાફિક અને ફેરિયાઓના ઘોંઘાટથી છલકાતું સામ્રાજ્ય એટલે ટાવર રોડ. છત્રીચોકની સામે માર્કેટની અંદર દાખલ થવા માટેની ગલી. એ ગલીના નાકે પાંચ થી છ પગથિયાં ચડો એટલે એક દુકાન. દુકાન માત્ર દુકાન નથી હોતી. એ ધબકતી હોય છે શ્વાસમાં, માણસમાં.  કેટલીય વાર એ ભીડભાડ વાળા રસ્તેથી પસાર થવાનું બન્યું છે. રસ્તાઓ હંમેશા એક સરખી ઊર્જા પ્રદાન નથી કરતા. અમુક રસ્તાઓ પર ચાલવાનું હોય છે, મ્હાલવાનું હોય છે. અમુક રસ્તા પર દોડવાનું હોય છે. તો અમુક રસ્તા પરથી બહુ ઝપડથી પુરપાટ પસાર થઈ જવાનું હોય છે અથવા તો થઇ જવું પડે છે. ક્ષણ કે સ્થિતિ સંભાળવી શક્ય ન હોય ત્યારે એવું બને! જીવાય ગયેલી ક્ષણ કરતાં જીવવાની ક્ષણમાં બધું જીરવવું પડે એવું લાગે ત્યારે એ...

પિંજરની આરપાર

                    પિંજરની આરપાર                             ~ માધવ રામાનુજ રૂબિન ડેવિડ -  નામ તો સૂના હી હોગા! પ્રાણીઓના પિતામહ. છેલ્લા કેટલા દિવસથી મનમાં સતત ઘૂંટાતું રહ્યું છે એ નામ એટલે - રૂબિન ડેવિડ. કોઈ પશુ-પક્ષીને જોતા તરત જ જેનું સ્મરણ થઇ આવે એ નામ એટલે રૂબિન ડેવિડ. અમદાવાદનું ને ગુજરાતની શાન ગણાતું કાંકરિયા તળાવના નિર્માણના જનેતા એટલે રૂબિન ડેવિડ. આ પેહલા કેટલીય વાર કાંકરિયા તળાવની મુલાકાત લીધેલી પરંતુ લાગે છે કે રૂબિન ડેવિડને જાણ્યા પછી હવેની મુલાકાતમાં ક્ષણે-ક્ષણે એમની હાજરીનો ભાસ થશે.  એક એક પાંજરાથી લઈને એક એક ડાળીમાં એમણે લીધેલા શ્વાસની હવા હશે. ઇતિહાસના રેખાચિત્રમાં હકિકતને દુષિત કર્યા વિના કલ્પનાના રંગમાં બોળી-બોળીને શબ્દોની પીંછીથી ઓળખેલું મેઘધનુષી જીવનચરિત્ર હોય એવી જીવનકથા એટલે ......પિંજરની આરપાર. સમગ્ર પણે જોતા એવું લાગે કે 'એક માણસ એક જિંદગીમાં આટલું બધું કંઈ રીતે કરી શકે!' આટલું બધું એકસાથે કેવી રીતે જીવી શકે! હા, મારે વાત કરવ...

ઓચિંતો ફટકો

ઓચિંતો ફટકો વર્ષનાં આરંભથી શરૂ કરેલી ધોરણ 10ની પરીક્ષાની તૈયારીનું પરિણામ હવે નહીં મળે. રાતોના ઉજાગરા  અને સ્કીપ કરેલા પ્રોગ્રામનું મહત્વ હવે નથી રહ્યું. ગણિતનું પેપર બહુ જબરદસ્ત ગયું છે એની એ આગાહી હવે હર્ષ પમાડે એવી નથી રહી. ગઈકાલ સુધી કરેલી સમાજના પેપરની ચિંતા એને આજે હવે નથી રહી. હવે, આવતી કાલે ધોરણ 10ના સમાજના પેપરમાં એની હાજરી નહીં હોય. હવે સુપરવાઈઝર માટે તો માત્ર એ એક સીટ નંબર હશે. સુપરવાઈઝર  માત્ર એક  સીટ નંબરની ગેરહાજરી પુરશે પણ આસપાસ વ્યાપી ગયેલો સૂનકાર, એના ઘરમાં વ્યાપી ગયેલો ખાલીપો નહીં પુરી શકે.    આજુબાજુના વિદ્યાર્થીઓને કુતૂહલ થશે કે આ કેમ પેપર દેવા નથી આવ્યો? ત્રણ પેપરની સહી વાળી રસીદ હવે કાયમ માટે ખાલી જ રહેશે.  રોજ દેકાર પડકારા કરતો ઘરે આવતો ધૈર્ય શાંતિથી શાળાએથી ઘરે આવ્યો. બધાને નવાઈ પણ લાગી ને પૂછ્યું પણ ખરું કે, કાંઈ થ્યું?   અચાનક જ ધૈર્ય  બોલ્યો દીદી પેલો હર્ષ નૈ? મેં કહ્યું કોણ હર્ષ? અરે, અમે જેને 'કાનો' કહીને બોલવતા અને 'લાંબો' કહીને ખીજવતા એ હવે! ઓ હા, યાદ આવ્યું રોનકના ક્લાસમાં ભણે છે એ હર્ષ? હા, એ ...

લોકશાહી

લોકશાહી એક સમય એવો હતો જયારે લોકશાહી હતી લોકોની વાણી. સદીઓ પહેલાં  લોકશાહી હતી રાજાની રાણી.... લોકશાહી તો લોકોની વાણી લોકશાહી તો રાજાની રાણી લોકશાહી તો ભગવાનની ભાણી એક દિવસ રાજા અને પ્રધાનો સોનાનો મૃગ લેવા ગયા 'તા ત્યારે લોકશાહીને  રાવણ ઉપાડી ગયેલો... અશોકવાટિકામાં હજીય લોકશાહી રાહ જોયા કરે છે પણ હનુમાન આવતા નથી રામનો સંદેશ લાવતા નથી... રાવણ રોજ ભર્યા દરબારમાં  લોકશાહીને નચાવ્યા કરે લોકશાહી નાચ્યા કરે લોકશાહી રડ્યા કરે એક દિવસ  ભર્યા દરબારમાં નાચતાં નાચતાં  લોકશાહીનું ઝાંઝર છૂટી ગયું એટલા માટે એને ભારતમાં ફેંકી દેવામાં આવી. ભારતમાં  લોકશાહી ભૂખે મરે લોકશાહી તરસે મરે લોકશાહી ટ્રેનનો સળિયો પકડી ઢસડાય લોકશાહી રેશનિંગની લાઈનમાં ચગદાય લોકશાહી પાસે રહેવા ઘર નથી ખાવા અનાજ નથી ને પહેરવા એક્કેય કપડું નથી... લોકશાહી રોજ  રામને સાદ પાડ્યા કરે પણ રામની ક્યાંય મળે નહિ ભાળ. લોકશાહીને હવે  રામ ઉપર પણ વિશ્વાસ ન રહ્યો. તેણે  દુકાનો તોડવા-બાળવા-...

The Namesake

  The Namesake Movie Screening   The Namesake The Namesake is written by  Indian American author Jhumpa Lahiri and movie based on the same novel The Namesake directed by Mira Nair. The Namesake is all about journey. Though it has a story of groups of immigrant it leads towards journey from outside to inside. The Namesake is the story of identity crisis . The quest of identity leads to journey. Gogol is in search of his own unique identity. Even Gogol's name represents the family's journey into the unknown. "The greatest journeys are the ones that bring you home"               ધરતીનો છેડો ઘર...... Stars caste:-  Ashima (Tabu) Ashoke (Irfan khan) Gogol    ( Kal Penn ) Sahir Nair Movie is much faithful to novel. Tabu and Irfan khan have done excellent performance. Penn also has done good job playing Gogol's role. Cultural gap is dem...