Skip to main content

'વિસ્મય'

'વિસ્મય'

એવો
તો
સ્વપ્નેય
ખ્યાલ
થોડો
હોય ?
કે
રમકડાંની
ચાવી
ખૂટી
જાય
એમ

એના
દેહમાંથી
આમ
સાવ
અચાનક
પ્રાણ
ઉડી
જશે ?
ને
એને
સવારે
ઊઠતા
જોવાની
રાહમાં
જાગરણ
કરી
ચૂકેલી
આંખો
હવે
આજીવન
ઉજાગરા
કરશે !
એને
કહેલું
કે
આવતીકાલ

વિસ્મયની
કાલ
હશે.
પણ
કોના
માટે ?
હવે,
હવે
શું ?

તો
ચાલી
ગઈને,

સાંભળવાનું
બધું
જ પ્રેમથી
સાંભળીને.
ને
પ્રેમનું
બધું

ધરબાઈને
પડ્યું
છે
હજુ
ભીતરમાં !

ભૂમિ જોશી

Comments